દારૂ જપ્ત:ગાંભોઇ પોલીસે નિકોડા ચાર રસ્તા પાસેથી રૂ. 1.31લાખનો દારૂ ઝડપ્યો

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંભોઇ પોલીસે રવિવારે સાંજે બાતમીને પગલે રસ્તા બ્લોક કરી વોચમાં રહેવા દરમિયાન ખેપિયો પોલીસને જોઇ ભાગ્યા બાદ નીકોડા ચાર રસ્તા નજીક ટ્રેકટર સાથે અકસ્માત સર્જાતાં કાર મૂકી ફરાર થઈ જતાં પોલીસે રૂ.1,31,360નો 467 બોટલ દારૂનો જથ્થો કબજે લઇ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સાબરકાંઠા એસપી દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન પ્રોહિબિશન ડ્રાઈવ ચલાવાઈ રહી છે ગાંભોઈ પોલીસને રવિવારે સાંજે બાતમી મળી હતી કે કાળા રંગની ઇકો સ્પોર્ટ્સ ગાડીમાં દારૂ લઇ જવાઈ રહ્યો છે. જેને પગલે પીએસઆઇ પી.પી.જાનીએ ત્રણ ચાર જગ્યાએ બ્લોકિંગ કરાવ્યું હતું અને આ દરમિયાન પીપરીયા ત્રણ રસ્તા ખાતે આવી પહોંચેલ બાતમીવાળી કારના ચાલકે પોલીસને જોઇ કાર ભગાવી મૂકી હતી તેનો પીછો કરતાં હાથરોલ થી નિકોડા તરફ જતા નિકોડા ચાર રસ્તા ખાતે ટ્રેક્ટર સાથે કાર અથડાતા આગળ જઈ શકે તેવી સ્થિતિ ન રહેતાં ચાલક કાર મૂકીને ફરાર થઇ ગયો હતો. દરમિયાનમાં પીછો કરતી પોલીસ આવી પહોંચતાં કારમાંથી દારૂ અને બીયરની 467 બોટલ કિંમત રૂ. 1.31 લાખ નો જથ્થો મળી આવતાં કાર સહિત કબજે લઇ ગુનો નોંધી ફરાર ચાલકને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી

અન્ય સમાચારો પણ છે...