તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવા વેવમાં કોરોનાથી મૃત્યુ થવાનો દર નીચો હોવાનો સાબિત કરવાનો પ્રયાસ કરી રહેલ સરકાર અંતિમધામ અને કબ્રસ્તાનની દફનવિધિના આંકડાને છૂપાવવામાં નિષ્ફળ રહેતા ડેથ ઓડિટને નામે ચલાવાઇ રહેલ તરકટ ઉઘાડુ પડી ગયુ છે. સરકારે ડેથ ઓડિટને મૃત્યુઆંક ઓછો દેખાડવાનુ માધ્યમ બનાવી પ્રજાને ગેરમાર્ગે દોરવાનુ ચાલુ રાખ્યુ છે જે સૌથી મોટી કમનસીબી છે. સાબરકાંઠામાં માર્ચમાં 57 અને એપ્રિલ મહિનાના 3 દિવસમાં કોરોનાગ્રસ્ત દર્દીઓના અંતિમસંસ્કાર હિંમતનગરના સ્મશાનમાં કરાયા છે.
કોરોના દર્દીઓને પીપીઇ કીટ સાથે અંતિમસંસ્કાર કરવાની ગાઇડલાઇનને કારણે સ્મશાનમાં થતી અંતિમ વિધિએ સરકારની પોલ ખોલી નાખી છે. હિંમતનગરમાં ખાનગી-સરકારી કોવિડ હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લઇ રહેલ દર્દીઓના સારવાર દરમિયાન મોત થતાં ગાઇડ લાઇનને પગલે અંતિમ વિધિ માટે હિંમતનગરના સ્મશાનમાં લવાય છે. ગત માર્ચ દરમિયાન હિંમતનગરના સ્મશાનમાં 57 અને એપ્રિલના 3 દિવસમાં 6 જેટલા પીપીઇકીટમાં આવેલ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાયા છે તેમ છતાં સરકાર એટલે કે આરોગ્ય તંત્રના રેકોર્ડમાં એક પણ મોત નોંધાયુ નથી. શનિવારે અંતિમધામ ખાતે 3 કોવિડ પોઝિટિવ અને 4 સામાન્ય મૃતદેહ અંતિમ સંસ્કાર માટે આવતા હાલાકી સર્જાઇ હતી. એક કર્મચારી સંક્રમિત થયો છે જે સારવાર હેઠળ છે.
10 દિવસ દરમિયાન સાબરકાંઠાના 14 અને અરવલ્લી જિલ્લાના 8 મળી કુલ 28 પીપીઇ કીટમાં આવેલ મૃતદેહને અગ્રિદાહ આપવામાં આવ્યો છે. તંત્ર દ્વારા છેલ્લા ચાર માસથી માત્ર 12 મોતનો આંકડો જાહેર કરાઇ રહ્યો છે. સ્મશાનમાં પીપીઇકીટો અને વિધિ બાદ છોડી દેવાતાં માટલા ખોટુ નથી બોલતા.
છેલ્લા દસ દિવસમાં આમના અગ્નિસંસ્કાર
તા. | ઉંમર | પુ./સ્ત્રી | તાલુકો |
25-3-21 | 65 | પુરૂષ | હિંમતનગર |
26-03-21 | 70 | મહિલા | હિંમતનગર |
26-03-21 | 70 | પુરૂષ | હિંમતનગર |
29-03-21 | 80 | પુરૂષ | હિંમતનગર |
29-03-21 | 51 | મહિલા | હિંમતનગર |
30-03-21 | 68 | પુરૂષ | હિંમતનગર |
31-03-21 | 76 | પુરૂષ | હિંમતનગર |
31-03-21 | 65 | પુરૂષ | હિંમતનગર |
01-04-21 | 45 | પુરૂષ | પ્રાંતિજ |
02-04-21 | 80 | પુરૂષ | ખેડબ્રહ્મા |
02-04-21 | 56 | પુરૂષ | હિંમતનગર |
03-04-21 | 40 | પુરૂષ | હિંમતનગર |
03-04-21 | -- | પુરૂષ | હિંમતનગર |
03-04-21 | -- | પુરૂષ | હિંમતનગર |
1 વર્ષમાં 370 થી વધુ લાશોને અગ્નિદાહ આપનાર કર્મી પણ સંક્રમિત
છેલ્લા એક વર્ષ દરમિયાન પીપીઇકીટમાં 370 થી વધુ મૃતદેહને અગ્રિદાહ આપનાર હિંમતનગર પાલિકા સંચાલિત સ્મશાનનો કર્મચારી પણ કોરોના સંક્રમણથી બચી શક્યો નથી. કર્મચારીને છેલ્લા ચારેક દિવસથી સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.