કાર્યવાહી:અમદાવાદની મધ્યસ્થ જેલનો પેરોલ પર છૂટેલો ફરાર કેદી ઝબ્બે

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સા.કાં. એલસીબીએ રાજસ્થાનથી ઝડપી પાડ્યો

સા.કાં. એલસીબીએ બાતમીને આધારે અમદાવાદની મધ્યસ્થ જેલનો પેરોલ પર છૂટેલ અને છેલ્લા દોઢ વર્ષથી નાસતો ફરતો કેદીને રાજસ્થાનમાંથી પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. એલસીબી સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર પીઆઇ એમ.ડી. ચંપાવતના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.યુ. મુરીમા પેરોલ ફર્લો સ્કોડ તથા સ્ટાફ પેરોલ જંપ આરોપીઓને શોધી કાઢવાની કામગીરીમાં હતા.

જેમાંથી એક ટીમ રાજસ્થાન ખાતે તપાસમાં હતી ત્યારે બાતમી મળી કે અમદાવાદની મધ્યસ્થ જેલના પાકા કેદી નારાયણલાલ સુવાલાલ કલાલ જેને હિંમતનગર એડી.સેશન્સ કોર્ટે તા.12/11/17 ના રોજ બાર વર્ષની કેદની સજા કરી હતી અને તે અમદાવાદ ખાતે સજા ભોગવતો હતો. જેને તા.20/03/20 નારોજ 21 દિનની પેરોલ રજા મંજૂર થયા બાદ તા.11/04/20થી હાજર થયો ન હતો જે હાલમાં રાજસ્થાનના રાજસંમદ જિલ્લામાં રહે છે.

આ આરોપી સકરગઢના ઇસરમદ પાસે તુલસી હોટલ આજુબાજુ અવર જવર કરે છે જેથી એલસીબે નારાયણલાલ સુવાલાલ કલાલ ઉ.વ. 29 (રહે. વાણીયા હાટડી તા. દેવગઢ જી. રાજસમંદ, રાજસ્થાન)થી અટકાયત કરી હિંમતનગર ખાતે લાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...