તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૌભાંડ:ઇલોલમાં ગરીબ લાભાર્થીઓને મળેલ મફત પ્લોટ- મકાન નીચા ભાવે ખરીદી લાખોમાં વેચવાનું કૌભાંડ

હિંમતનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વેચાણ, તબદીલી કે ગીરો પણ ન મૂકી રખાય તેવી શરત હોવા છતાં પંચાયતમાં એન્ટ્રી પણ પડી જાય છે, વાંધો ઉઠાવનાર અરજદાર દર દરની ઠોકરો ખાય છે

હિંમતનગર તાલુકાના ઇલોલમાં દાયકાઓ પૂર્વે મળેલ મફત લોટો પર બનાવેલ મકાન સસ્તા ભાવે ખરીદી લઈ લાખો રૂપિયામાં વેચાણ થઈ રહ્યાનું કૌભાંડ બહાર આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે મફત મળેલ પ્લોટની મિલકત વેચાણ, તબદીલ કે ગીરો ન મૂકી શકવાની શરત હોવા છતાં આ પ્રવૃત્તિ આચરાઇ રહી છે અને ઇલોલ પંચાયતમાં એન્ટ્રી પણ પડી જાય છે અને નવા નામની આકારણી પણ થાય છે ફરિયાદી-અરજદાર દર દરની ઠોકરો ખાય છે પરંતુ તંત્રના પેટનું પાણી હાલતું નથી.

આખુયે કૌભાંડ બહાર લાવવાનો પ્રયાસ કરી રહેલ ઈલોલ ગામના રહીશ ઇશ્વરભાઇ જીવાભાઈ રાવળે રજૂઆત કરી છે કે સને 1972માં ગોપાલસિંહ પ્રતાપસિંહ રાઠોડના નામે મકાન માટે મફત પ્લોટ મંજૂર કરી હિંમતનગર ટીડીઓએ સનદ આપી હતી. જેમાં મફત પ્લોટ અન્યને વેચાણ, તબદીલ કે ગીરો ન આપી શકવાની શરત હતી તે પ્લોટની ઉપર બનાવેલ મકાન રજાકભાઈ નૂર મહંમદ મેમણે વેચાણ રાખી અન્યને લાખો રૂપિયામાં વેચાણ આપવા તજવીજ હાથ ધરી છે. તેમણે ગંભીર આક્ષેપ કર્યો છે કે રજાકભાઈ નૂરમહંમદ મેમણ વિજાપુર તાલુકાના વતની છે અને તેમની પાસે મિલકતો હોવા છતાં અને સ્થાનિક ન હોવા છતાં પંચાયત સાથે મીલીભગત કરી ઇલોલ આઉટ પોલીસ સ્ટેશન પાછળ મફત પ્લોટ મેળવી તેની પર સહાય મેળવી તે પણ વેચાણ કરી દીધું છે તેમણે માંગ કરી છે કે મફત -સનદ વાળા પ્લોટ ઉપર મકાન બનાવી વેચવાની પણ પરવાનગી મળતી હોય તો પંચાયત વિભાગ દ્વારા તેમને મળેલ સહાય વાળું મકાન વેચવાની પણ પરવાનગી આપવામાં આવે તેમણે માંગ કરી છે કે ઇલોલમાં પંચાયત દ્વારા સંખ્યાબંધ આવી મિલકતો તબદીલ કરી અપાઈ છે જેની તપાસ કરી તમામ મિલકતો સરકાર હસ્તક કરવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો