તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડીની ફરિયાદ:સવગઢ ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ રૂ.5.30 લાખની છેતરપિંડીની ફરિયાદ

હિંમતનગર18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રૂ.6 લાખ લઇ 3 પ્લોટ આપવાનું કહ્યુ હતુ,પ્લોટ ન આપી રૂ.70 હજાર પરત કર્યાનો આક્ષેપ

હિંમતનગરને અડીને આવેલ સવગઢ ગ્રામ પંચાયતના સરપંચ સાજીદભાઇએ દોઢેક વર્ષ અગાઉ મૂડી રોકાણ કરવાની સલાહ આપી નવે - 2019 માં ત્રણ પ્લોટ પેટે રૂ. 6 લાખ લઇ પ્લોટ કે પૂરા પૈસા પરત ન આપ્યા હોવા અંગે બીડીવીઝન પોલીસ સ્ટેશનમાં રૂ.5.30 લાખની છેતરપીંડી આચરી હોવા અંગે મહિલાએ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર હિંમતનગર શહેરની મદ્રેસા હાઇસ્કૂલની પાછળ રહેતા મેમુનાબીબીના પતિ મોહમદ ઇબ્રાહીમ ચાંદનીવાલાના મિત્ર સાજીદભાઇ ઇસ્માઇલભાઇ રેવાસીયા દોઢેક વર્ષ અગાઉ તેમના ઘેર આવ્યા હતા અને મૂડી રોકાણ કરવાની સલાહ આપી પાણપુરમાં પ્લોટ લઇ આપવાનુ કહ્યુ હતુ.

પ્લોટ લેવા તૈયારી બતાવતા સાજીદભાઇએ સર્વે નં. 9/1 માં 32 પ્લોટ છે અને એક પ્લોટ 1600 ચો.ફૂટ નો છે અને કિંમત રૂ. 2 લાખ હોવાનુ જણાવતા રૂ. 4 લાખમાં બે પ્લોટ નક્કી કર્યા હતા અને મેમુનાબીબીના ઘેર કામ કરતા રઇસાબાનુ શેખે પણ એક પ્લોટ લેવાની તૈયારી બતાવી હતી ત્યારબાદ નવે-2019 માં અલગ અલગ તારીખોએ ત્રણ પ્લોટ માટે કુલ રૂ. 6 લાખ સાજીદભાઇને આપ્યા હતા.

તા. 29/11/20 ના રોજ સાજીદભાઇએ ફોન કરીને જણાવ્યુ કે તમારી ફાઇલ તૈયાર થઇ ગઇ છે રજીસ્ટ્રેશન માટે રૂ. 15 હજાર આપવા પડશે જેના અનુસંધાને પૈસાની વ્યવસ્થા ન હોવાનુ જણાવ્યુ હતુ દરમિયાનમાં ખબર પડી હતી કે સાજીદભાઇ કોઇક કારણસર જતા રહ્યા છે.

તેમનો ફોન બંધ આવતો હતો જાન્યુ-20 માં સાજીદભાઇ તેમના ઘેર આવ્યા હોવાની જાણ થતા તેમના ઘેર જઇ પ્લોટ અને પૈસાની ઉઘરાણી કરતા વાયદા કરતા હતા જે પોલીસમાં અરજી કરતાં તા. 10/05/20 ના રોજ રૂ. 6 લાખ પરત કરવાનો નોટરી સ્ટેમ્પ કરી સમાધાન કરાયુ હતુ તે પૈકી તા. 04/06/20 ના રોજ રૂ. 70 હજાર પરત આપ્યા હતા. બાકીના પૈસા થોડા દિવસ પછી આપવાનુ કહી વાયદા કરી બાકી નીકળતા રૂ.5.30 લાખ પરત ન આપતા મેમૂનાબીબીએ સાજીદભાઇ વિરૂધ્ધ બીડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

મારી વિરૂદ્ધનું ષડયંત્ર છે : સરપંચ
સરપંચ સાજીદભાઇ રેવાસીયાએ જણાવ્યું કે મારી વિરૂધ્ધનુ ષડયંત્ર છે અને હેરાન કરવા માટે ફરિયાદ કરાઇ છે કાયદાકીય સલાહ લઇને આગળની કાર્યવાહી કરીશ. છેતરપીંડીનો પ્રશ્ન જ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો