કાર્યવાહી:ઇડરના ગોડાઉનમાં પોણા બે મહિના પૂર્વે ચોરી કરનારા 4 શખ્સો ઝડપાયા

હિંમતનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એલસીબીએ રૂ.84 હજારની ડ્રીપ ઇરિગેશનની પાઇપો અને ડાલુ કબ્જે લીધું

સાબરકાંઠા એલસીબીએ પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે ઇડર-ભિલોડા હાઇવે પર આવેલ સાબર કોમ્પ્લેક્ષના ગોડાઉનમાંથી ડ્રીપ ઇરિગેશનની નળીઓના રોલ નંગ-21ની ચોરી કરનાર 4 શખ્સો સહિત મુદ્દામાલ ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકલ્યો હતો. પીઆઇ એમ.ડી. ચંપાવતના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.જે.ચાવડા તથા સ્ટાફ તા.02/05/22ના રોજ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ઇડર-ભિલોડા હાઇવે રોડ પર આવેલ સાબર કોમ્પ્લેક્સમાં ગોડાઉન નં.4ના લોખંડના શટરનું તા.12/03/22 ના રોજ સાંજે સાતેક વાગ્યાથી તા.13/03/22ના રોજ સવારે નવેક વાગ્યાના સમયગાળા દરમિયાન તાળુ તોડી ગોડાઉનમાં પ્રવેશ કરી ડ્રીપ ઇરીગેશનની નળીઓના રોલ નંગ-21ની ચોરી થઇ હતી.

જે અનુસંધાને ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી અને જે મુદ્દામાલની તપાસ અર્થે સીસીટીવી ફૂટેજ ચેક કરતા ઇરીગેશનની નળીઓના રોલ લઇ જનાર ચાર શખ્સો છોટા હાથી નં.જી.જે-02-વી.વી-5090 લઇને ઇડર ફાટક તરફથી હિંમતનગર બાયપાસ તરફ વેચાણ કરવા નીકળ્યા છે.

જેથી પોલીસ સ્ટાફે વિરુપર બાયપાસ ત્રણ રસ્તા ખાતે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળુ છોટા હાથી ડાલુ આવી પહોંચતા તેને રોકી જોતાં તેમાં ડ્રીપ ઇરિગેશનના પાઇપના બંડલો ભરેલા હતા અને ચાર શખ્સો બેસેલા હોઇ પાઇપોના બંડલો બાબતે પૂછપરછ કરતાં પોણા બે મહિના પહેલા ઇડર-ભિલોડા હાઇવે રોડ પર સાબર કોમ્પ્લેક્સના ગોડાઉનમાંથી ચોરી કરી હોવાનુ જણાવતા ચારેય જણાને પકડી લીધા હતા.

પકડાયેલા 4 શખ્સો
1. આકાશકુમાર નવાજી ગંભીરજી રાઠોડ ઉ.વ. 23 (મૂળ રહે. કેલીસણા, ઠાકોર ફળીયું તા.વિજાપુર મહેસાણા હાલ રહે. વાસણ ગામની સીમમા માથેડી ખેતરમાં તા. વડાલી)
2. મનહરભાઇ ઉર્ફે પંકજ નવાજી ગંભીરજી રાઠોડ ઉ.વ.24 (મૂળ રહે. કેલીસણા, ઠાકોર ફળીયુ તા.વિજાપુર મહેસાણા હાલ રહે. બડોલ તા.વડાલી)
3. નવાજી ગંભીરજી બબાજી રાઠોડ ઉ.વ. 45 (રહે. કેલીસણા ઠાકોર ફળીયું, તા. વિજાપુર જિ. મહેસાણા)
4. રણજીતજી મંગાજી ઠાકોર ઉ.વ. 52 (રહે. ગોઠવા
તા. વિસનગર જિ. મહેસાણા)

અન્ય સમાચારો પણ છે...