છેતરપિંડી:ચાર હૈદ્રાબાદીઓએ પ્રાંતિજના ઘડકણની યુવતીને ઓસ્ટ્રેલિયાના બોગસ વિઝા આપી 38 લાખમાં ઠગી

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા સહિત 4 સામે ફરિયાદ, હેદ્રાબાદ એરપોર્ટ પહોંચતાં જાણ થઇ, એરટિકિટ સાચી આપી

પ્રાંતિજના ઘડકણની આઈટી કરેલ યુવતીએ માસ્ટર ડિગ્રી માટે ઓસ્ટ્રેલિયા જવા અમદાવાદના હૈદ્રાબાદી એજન્ટનો સંપર્ક કર્યા બાદ યુવતીને હૈદ્રાબાદ બોલાવી કુલ રૂ. 38 લાખ લઈ ઓસ્ટ્રેલિયાના બોગસ વિઝા અને એર ટિકિટ આપી છેતરપિંડી આચરતાં પ્રાંતિજ પોલીસે મહિલા સહિત ચાર હૈદ્રાબાદી શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

ઘડકણના શ્વેતાંગીનીબેન પોપટભાઈ પટેલે આઈટી ગ્રેજ્યુએશન કર્યા બાદ માસ્ટર ડિગ્રી માટે ઓસ્ટ્રેલિયા જવાની ઈચ્છા હોવાથી તેમની મિત્ર નમ્રતા અને તેમના પતિ જયંત પટેલ સાથે મળી અમદાવાદ સીટીએમ ખાતે કાર્યરત રોની નામની ઓફિસે જઈ અરુણકુમાર નામના શખ્સને મળતાં તેણે આ બ્રાન્ચ છે તમારે હૈદ્રાબાદ થી ફાઈલ તૈયાર કરાવવી પડશે કહેતા ત્રણેય જણા હૈદ્રાબાદ ગયા હતા. જ્યાં અરુણકુમાર તેના કાકાનો દીકરો, અરુણકુમારની માતા લક્ષ્મીબેન અને કે. ઉદયકુમાર નામના શખ્સો મળ્યા હતા અને ફાઈલ બનાવવા હૈદ્રાબાદમાં એસબીઆઈ બ્રાન્ચમાં ખાતું ખોલાવી રૂ.20 લાખ જમા કરાવ્યા બાદ કોરા ચેક સહીઓ કરાવી લઈ લીધા હતા.

20 દિવસ પછી અરુણકુમારનો ફોન આવ્યો હતો ફાઇલ માટે રૂ.17 લાખ બાકી છે તે આપવાનું કહી અલગ અલગ ખાતા નંબર આપ્યા હતા. જેનું પેમેન્ટ કર્યાના પંદરેક દિવસ પછી અરુણકુમારે ઓસ્ટ્રેલિયાના તાસ્માનિયા યુનિવર્સિટીની ટિકિટ તેમજ વિઝા અને ગોએર એરબસની ટિકિટ આપી હતી. જેને પગલે તા.16-02-19 ના રોજ શ્વેતાંગીની હૈદ્રાબાદ એરપોર્ટ પહોંચતા વિઝા બોગસ હોવાનું અને ટિકિટ સાચી હોવાનું જણાવી એરપોર્ટ પરથી જ એરપોર્ટ કર્મચારીઓએ પરત મોકલી દીધા હતા. પ્રાંતિજ પોલીસે અરુણકુમાર, કે. ઉદયકુમાર, ઓરગન્ટી સાંઈ કિરણ અને લક્ષ્મીબેન વિરુદ્ધ 38 લાખની છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...