તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:અપહરણ અને દુષ્કર્મના ગુનામાં 10 વર્ષથી વોન્ટેડ ચાર આરોપી ઝડપાયા

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રાંતિજ પોલીસે બાતમી આધારે રાજસ્થાન જઇ તમામને દબોચી લીધા

પ્રાંતિજ પોલીસે સાબરકાંઠાના અલગ અલગ પોલીસ સ્ટેશનના રાજ્ય બહારના નાસતા ફરતા આરોપીઓને પકડવા ટીમ બનાવી ખેડબ્રહ્મા, વડાલીના એક-એક અને હિંમતનગર એ ડિવિઝનના બે અપહરણ અને દુષ્કર્મના ગુનાના છેલ્લા દસ વર્ષથી વોન્ટેડને રાજસ્થાન જઇ માહિતી એકત્ર કરી ઝડપી લીધા હતા.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પ્રાંતિજ પીઆઇ એચ.એસ.ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ટીમ બનાવી પીએસઆઇ વાય.બી. બારોટ તથા તેમની ટીમે રાજસ્થાન જઇ માહિતી એકત્ર કરી છેલ્લા દસ વર્ષથી પણ વધુ સમયથી ચોરી, અપહરણ, દુષ્કર્મના ગુનામાં નાસતા ફરતા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દુષ્કર્મના ગુનાનો આરોપી સુરેશભાઇ ધર્માભાઇ પારગી (રહે. સડા તા. કોટડા જી. ઉદેપુર રાજસ્થાન), હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દુષ્કર્મ અપહરણના ગુનાનો આરોપી નરેશભાઇ રૂપાલાલ પરમાર(રહે. ઇટવા તા. ખેરવાડા જી. ઉદેપુર રાજસ્થાન) અને ગોવિંદભાઇ ઉર્ફે બોડો લક્ષ્મણભાઇ વરસાત (રહે. રોબિયા તા. ખેરવાડા) તથા વડાલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દુષ્કર્મના ગુનાનો આરોપી નુરાહોમા ગમાર (રહે. ઉમરીયા (કોટડા) તા. કોટડા જી. ઉદેપુર રાજસ્થાન) ને પકડી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...