મહિલા સરપંચનો વીડિયો વાયરલ:હિંમતનગરના ધુલેટાના મહિલા સરપંચને પૂર્વ સરપંચ સતામણી કરતા હોવાનો આક્ષેપ

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકાર પાસે મદદ માગતો વીડિયો વાયરલ,3 માસથી ગાંભોઇ પોલીસને રજૂઆત કરી રહ્યા છે

હિંમતનગર તાલુકાના ધુલેટા ગામના નવનિર્વાચિત મહિલા સરપંચે પૂર્વ સરપંચ દ્વારા વારંવાર માનસિક સતામણી કરી ટોર્ચર કરાઇ રહ્યા હોવા અંગે મોદી સરકાર પાસે મદદની ગુહાર લગાવતો વીડિયો વાયરલ કરતાં ખળભળાટ મચી ગયો છે.

ધુલેટા ગામના સરપંચ રાખીબેન રાઠોડે જણાવ્યુ કે લગભગ ત્રણ મહિનાથી પૂર્વ સરપંચ વિક્રમભાઇ સોલંકી દ્વારા સતામણી થઇ રહી છે મેં વારંવાર ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે. ગઇ કાલે રાત્રે ફોન આવ્યો, સવારે ફોન આવ્યો કે હું તમને હેરાન તો કરીશ જ, સરપંચની ખુરશીમાં નહીં બેસવા દઉ. ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં ચાર વાર અરજી કરી છે મને કામ કરવા દેતા નથી એમને કોઇ ડર નથી ઉડાવી દેવાની ધમકી આપી છે. ફોર્મ ભર્યું ત્યારે અને જીતીને આવ્યા પછી પણ ધમકીઓ આપી રહ્યા છે.

ડેલીગેટને, જિલ્લા સદસ્યને બધાને કહી ને થાકી છું ગામવાળાએ પણ એમને સમજાવ્યા પરંતુ સમજવા તૈયાર નથી કોઇ એક મહિલા ચૂંટાઇને આવે તે કામ ન કરી શકે ! મારી સરકારથી એક અપીલ છે મહિલા કામ ન કરી શકે ? જિલ્લાના પદાધિકારીના નામ લઇને ધમકીઓ આપે છે જેથી મોદી સરકારને નિવેડો લાવવા વીડિયો અપીલ કરી છે ધૂલેટા મહિલા સરપંચનો વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...