તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:સાબરકાંઠામાં RTE હેઠળ પ્રવેશ માટે ફોર્મ ભરવાનું શરૂ કરાયું

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચકાસણી બાદ 15 જુલાઈએ શાળાની ફાળવણી

શુક્રવાર 25 જૂનથી રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ગરીબ પરિવારના બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થયું છે. જે 5 જુલાઈ સુધી ચાલશે ત્યારબાદ ફોર્મ ચકાસણી કરી 15 જુલાઈએ શાળાની ફાળવણી કરાશે. જિલ્લામાં 203 ખાનગી શાળાઓમાં 800 બેઠકો આરટીઇ અંતર્ગત રિઝર્વ રખાઇ છે.

સાબરકાંઠા જિલ્લામાં 203 ખાનગી શાળાઓમાં 800 આરટીઇ બેઠક છે શહેરી વિસ્તારમાં રૂ. દોઢ લાખ અને ગ્રામ્ય વિસ્તારોમાં રૂ. 1 લાખની વાર્ષિક આવક ધરાવતા ગરીબ પરિવારોના બાળકો ખાનગી શાળામાં પ્રવેશ મેળવી શકે તે માટે આ કાયદો અમલી બનાવાયો છે 6 થી 10 જુલાઇ સુધીમાં ફોર્મ ચકાસણી થશે અને 15 જુલાઈએ શાળાની ફાળવણી કરાશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી હર્ષદ ચૌધરીએ જણાવ્યું કે જિલ્લામાં દરેક બીઆરસી ભવનમાં ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવા હેલ્પ ડેસ્કની વ્યવસ્થા કરી છે તથા હેલ્પલાઇન નંબર જારી કર્યા છે. પ્રવેશ પ્રક્રિયા બે રાઉન્ડમાં ચાલશે.

અન્ય સમાચારો પણ છે...