તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હિંમતનગર પાલિકાના વોર્ડ નં-2 માં સુવિધા અને વિકાસનો વિરોધાભાસ જોવા મળી રહ્યો છે વોર્ડના પશ્ચિમ વિસ્તારમાં વિકાસનો સૂરજ જ ઉગ્યો જ નથી કેનાલથી પશ્ચિમે અંદાજે 2969 મતદારોનો વસવાટ છે જ્યારે પૂર્વમાં 4249 મતદારો રહે છે પૂર્વ વિસ્તારના મતદારોને કોઇ સમસ્યા કે ફરિયાદ નથી પાલિકા દ્વારા તમામ પ્રાથમિક સુવિધાઓ મળી રહેતી હોઇ સંતોષ વ્યક્ત કરાઇ રહ્યો છે જ્યારે પશ્ચિમ વિસ્તારમાં આવતા મધૂનગર- માચીસ ફેક્ટરી, સહકાર હોલની આજુબાજુનો વિસ્તાર, સલાટવાસ, પીડબલ્યુડી ક્વાર્ટર્સ, મેમણ કોલોની, શીવમ સોસાયટી પાછળના વિસ્તારના રહીશો સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
એક દાયકા પૂર્વે માચીસ ફેક્ટરીના વિસ્થાપિત થયેલા લોકોનુ પુન: સ્થાપન થઇ શક્યુ નથી અને ભાડાના મકાનમાં રહેવા મજબૂર બની રહ્યા છે તો માચીસ ફેક્ટરીમાં બનાવેલ પે એન્ડ યુઝનો અન્ય વ્યક્તિએ કબ્જો લઇ લેતા લોકોને શૌચ માટે બહાર જવુ પડે છે કેટલીક જગ્યાએ ગટર લાઇનનુ કામ થઇ ગયુ છે પરંતુ રેલ્વેને કારણે કનેક્શન મળ્યા નથી એક જ વોર્ડના બે ભાગમાં સુવિધા અને વિકાસમાં વિરોધાભાસનો અનુભવ થઇ રહ્યો છે.
વોર્ડ નંબર 2ના રહીશોની પ્રતિક્રિયા
“ મેમણ કોલોની અને બહાર નીકળતા રસ્તા પર રખડતા ઢોરનો બહુ ત્રાસ છે અને સફાઇ પણ ઓછી થાય છે ”}મોહમદભાઇ મનસૂરી
“ ગ્લાસ ફેક્ટરીમાં રખડતા ઢોર મુશ્કેલી બની રહ્યા છે. આ વિસ્તારમાં 19 ઘર છે ગટર લાઇન નાખી છે બ્લોકની કામગીરી થયા બાદ ગટર લાઇન ઉંચી કરવાનુ કહીને ગયા બાદ કોઇ આવ્યુ નથી લોકો જાતે માટી નાખીને ખાડા પૂરવાનો પ્રયાસ કર્યો છે મતદાન ન કરવાનુ વિચારી રહ્યા છીએ ”}એસ.એસ. મેમણ
“ પાલિકાએ ઝૂંપડા કાચા પાકા મકાન તોડી પાડ્યા બાદ નવા પ્લોટ કે મકાનો ફાળવ્યા નથી નળ કનેક્શન, લાઇટ બીલ, વેરો પણ ભરતા હતા હાલ ભાડાના મકાનમાં રહેવુ પડે છે ”}બાબુલાલ પટેલ
“માચીસ ફેક્ટરીમાં પાલિકાએ શૌચાલય બનાવ્યુ હતુ જેનો અન્ય વ્યક્તિએ કબ્જો લઇ લીધો છે. શૌચાલય સામે બોર બનાવ્યો છે તે પણ બંધ હાલતમાં એક જ વ્યક્તિને કારણે આ સુવિધા મળતી નથી લોકોને શૌચાલય માટે ખૂલ્લામાં જવુ પડે છે.” }રમણભાઇ
“ લાઇટ, પાણી સફાઇ તમામ સુવિધાઓની સેવા મળી રહે છે ગટર લાઇન બનાવી છે પરંતુ રેલ્વે ટ્રેકને કારણે સુવિધા મળવી શરૂ થઇ નથી ”}પ્રકાશભાઇ હોતવાણી
વોર્ડ નં-2માં સમાવિષ્ટ
વિસ્તાર : મેમણ કોલોની, માચીસ ફેક્ટરી, ગ્લાસ ફેક્ટરી, શીવમ સોસાયટી પાછળનો વિસ્તાર અને મહાવીરનગર સર્કલથી પેલેસ રોડનો ઉત્તરનો વિસ્તાર.
જ્ઞાતિ સમીકરણ
બક્ષીપંચ 3306, મુસ્લિમ 824, જૈન શાહ 349, બ્રાહ્મણ 721, પટેલ 648, ક્ષત્રિય 458, અનુ.જનજાતિ 324 અન્ય 588
મત વિસ્તાર
કુલ મતદાર : 7218
પુરૂષ મતદાર : 3694
સ્ત્રી મતદાર : 3523
અન્ય : 0001
વર્ષ 2015માં શું પરિણામ આવ્યુ હતુ.
ભાજપ કોંગ્રેસ
04 00
ભાજપના ઉમેદવાર :
1. રાકેશકુમાર પ્રવીણચંદ્ર પટેલ
2. રાજુભાઇ કરશનભાઇ દેસાઇ
3. વર્ષાબેન ભરતભાઇ મીસ્ત્રી (બીનહરીફ)
4. ચેતનાબેન મુકેશકુમાર શાહ
કોંગ્રેસના ઉમેદવાર :
1. સંજયકુમાર લલીતચંદ્ર ગાંધી
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.