રજૂઆત:દોઢ મહિનામાં બીજી વાર ગેસના ભાવમાં ‌‌~10.75ના ભાવ વધારાથી સિરામિક ઉદ્યોગને મહિને 15 કરોડનો ખર્ચ વધ્યો

હિંમતનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિરામિક એસો. દ્વારા સાબરમતી ગેસ કંપનીને ભાવ વધારો પરત લેવાની માંગ

સાબરમતી ગેસ કંપનીએ 5 ઓક્ટોબરે સીરામીક ઉદ્યોગને આપવામાં આવતા ગેસમાં પ્રતિ ક્યુબીક મીટર રૂ. 10.75નો રાતોરાત ભાવ વધારો કરી દેતા દોઢ મહિનામાં બીજી વખત ભાવ વધારો થતા સીરામીક ઉદ્યોગને વધુ એક કમ્મરતોડ ફટકો વાગ્યો છે બુધવારે 6 ઓક્ટોબરે સિરામિક એસો. દ્વારા સાબરમતી ગેસ કંપનીને ભાવ વધારો પરત લેવા રજૂઆત કરાઇ છે અને લઘુત્તમ ગેસ મર્યાદામાંથી મુક્ત કરવા માંગ કરાઇ છે. સીરામીક ઉદ્યોગ છેલ્લા કેટલાક વર્ષોથી વિદેશી ઉત્પાદકો સામે ગળાકાપ હરીફાઇનો સામનો કરી રહ્યો છે અને અસ્તિત્વ ટકાવી રાખવા ઝઝૂમી રહ્યો છે.

ગત 24 ઓગસ્ટે રૂ. 5થી વધુનો ભાવ વધારો ઝીંક્યા બાદ ટાઇલ્સના ભાવમાં 8 થી 10 ટકા ભાવ વધી ગયા હતા ત્યારબાદ 5 ઓક્ટોબરે સાબરમતી ગેસ કંપનીએ રાતો રાત રૂ. 10.75 નો ભાવ વધારો ઝીંકી દેતા હિંમતનગર અને આસપાસના વિસ્તારના સીરામીક વ્યવસાયીઓ હતપ્રભ બની ગયા છે. દોઢ મહિનામાં રૂ. 16 જેવો ભાવ વધારો થતા પ્રોડક્શન કોસ્ટમાંથી 20 થી 25 ટકાનો વધારો થવાની દહેશત સેવાઇ રહી છે. કોરોના કાળમાં ઠપ થયેલ રીયલ એસ્ટેટમાં તેજી આવી રહી છે તેવા સમયે જ સાબરમતી ગેસ કંપની દ્વારા કરાઈ રહેલ ધડાધડ ભાવ વધારો મકાન માલિકોને પણ દઝાડી રહ્યો છે.

સા.કાં. સીરામીક એસો.ના પ્રમુખ મણીભાઇ પટેલે જણાવ્યુ કે ટૂંકા ગાળામાં બબ્બે વખતના ભાવ વધારાથી મોટી સમસ્યા સર્જાઇ છે. દૈનિક 3 લાખ ક્યુબીક મીટર ગેસના વપરાશ પ્રમાણે મહિને રૂ. 15 કરોડનો ખર્ચ વધી ગયો છે. જે અસહ્ય છે. સાબરમતી ગેસ કંપનીના એમડીને તા.06/10/21 ના રોજ લેખિતમાં રજૂઆત કરી છે કે ઉદ્યોગકારોએ કરોડોના ઓર્ડર લીધા છે.

ભાવ વધારાને કારણે ભારે નુકશાન થાય તેમ છે અને યુનીટ બંધ કરવા પડે તો એમજીઓ મુજબનો ગેસ વપરાશ શક્ય નથી અસંખ્ય રજૂઆતો છતાં ભાવ વધારાથી અગાઉથી જાણ કરાતી નથી. જે એકમ એમજીઓની કળવા માગતા હોય તેમને પરવાનગી આપવી અને ઓછા વપરાશ બદલ પેનલ્ટી સાથે બીલ ન આપવા અને એમજીઓની સમય મર્યાદા અને ક્વોન્ટીટી બદલવા તક આપવા માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...