મોંઘવારી:ખાદ્યસામગ્રી, ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ 15થી 20 ટકા,દવાઓ15 થી 40 ટકા મોંઘી બનશે

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રાન્સપોર્ટર્સ ભાડુ વધારવાની તૈયારીમાં, પ્રજાના ખિસ્સા પર વધશે બોજ

સા.કાં. ટ્રાન્સપોર્ટ એસોસીએશન 15થી 20 ટકા માલભાડુ વધારવા મન બનાવી લીધા બાદ પેટ્રોલડીઝલના ભાવમાં થતાં સતત વધારાની સાઇડ ઇફેક્ટ બહાર આવવા લાગી છે અને અાગામી સમયમાં ઇલેક્ટ્રોનીક્સ આઇટમો, ખાદ્યચીજવસ્તુઓ સહિત તમામમાં 15થી 20 ટકાનો ભાવ વધારો ઝીકાવાની સંભાવના વ્યક્ત થઇ રહી છે.

ટ્રાન્સપોર્ટરોના જણાવ્યાનુસાર હાલમાં વિતરણ માંગ વધુ ન હોવાથી અને ડીઝલના ભાવ જૂના ભાડાની સાપેક્ષમાં લગભગ બમણા થયા હોવાથી અડધો અડધ વાહનોના પૈડાને બ્રેક લાગી ગઇ છે અને જે માલવાહક વાહનો કાર્યરત છે તેમના વચ્ચે ભાડાને લઇને ગળાકાપ હરીફાઇ ચાલી રહી છે.

જેનો ફાયદો ઉઠાવીને વેપારીઓ માલભાડુ વધારવા તૈયાર થઇ રહ્યા નથી.આ સ્થિતિને રોકવા હવે ટ્રાન્સપોર્ટરો એકજૂટ થઇ રહ્યા છે અને માલભાડુ 15 થી 20 ટકા સુધી વધારવા એકમત થયા છે ટ્રાન્સપોર્ટરોના આ નિર્ણયની સીધી અસર આમપ્રજાના પર બોજ વધારનાર છે. તમામ ચીજવસ્તુઓના ભાવની મોંઘવારી આસમાને આંબવાની દહેશત પેદા થઇ છે.

ખાદ્ય સામગ્રી, કપડા, દવા સહિતમાં વધુ ભાવ ચૂકવવા પડશે
અગામી સમયમાં માલભાડુ વધે છે તો પ્રજાને ખાદ્ય સામગ્રી, કપડા, દવા વગેરેમાં 15 થી 20 ટકા વધુ ભાવ ચૂકવવા પડશે.કાર, ઇલેક્ટ્રોનીક્સ આઇટમ, ગેજેટ તમામમાં ખિસ્સુ ખાલી કરવુ પડશે.રૂટીન દવાઓથી માંડી જીવન રક્ષક દવાઓમાં પહેલા જ 15થી 20 ટકા ભાવ વધ્યા છે અને હવે માલભાડામાં વધારો થશે તો આટલોને આટલો બીજો વધારો નક્કી છે. નોંધનીય છે કે,ખાદ્ય સામગ્રીમાં માર્ચ માસ બાદ 25થી 40 ટકા ભાવ વધારો થઇ ચૂક્યો છે અને હવે તેમાં 15થી 20 ટકાના વધારાની આશંકા સેવાઇ છે.

ભાડુ વધ્યુ તો રોમટીરીયલની હેરફેર પણ મોંઘી
ટ્રાન્સપોર્ટેશનમાં વધારો કરવામાં આવશે તો ઉદ્યોગોમાં રોમટીરીયલ લાવવુ મોંઘુ બનશે. જેના કારણે ઉત્પાદન કિંમતમાં વધારો થશે. જે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ અને કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સને ઉચો લઇ જવાના દ્વાર ખોલશે.

ખાદ્ય સામગ્રીના દર
હાલનાભાવસંભવિતભાવ
દાળ65-11578-115
ચોખા30-16040-185
ખાંડ35-4242-52
તેલ120-176145-195
લોટ22-3028-38

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...