આયોજન:વડાપ્રધાનની પંજાબમાં સુરક્ષા ચૂકને પગલે સા.કાં. ભાજપ દ્વારા મહામૃત્યુંજય જાપનું આયોજન

હિંમતનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

પંજાબમાં વડાપ્રધાનના કાફલાને 20 મિનિટ રોકી રાખવાના પ્રત્યાઘાતને લઈને સમગ્ર દેશમાં પંજાબ કોંગ્રેસની સરકાર પ્રત્યે ફીટકાર વરસાવાઇ રહી છે અને દેશમાં વિવિધ કાર્યક્રમો કરાઇ રહ્યા છે. હિંમતનગર શહેરમાં સિધ્ધીવિનાયક મંદીર, હરીઓમ સોસાયટી ખાતે મહામૃત્યુંજય જાપનું આયોજન કરવામાં આવ્યુ હતું.

જેમાં જીલ્લા ભાજપ પ્રમુખ જે.ડી.પટલે પ્રધાનમંત્રી પંજાબમાં દેશભક્તિ અને વિકાસના કામો માટે કાર્યક્રમમાં જઈ રહ્યા હતા તે સમયે તેમની સુરક્ષાને અવરોધ કરી ચૂક કરવામાં આવી હતી. આ ઘટનાને સમગ્ર દેશમાં વખોડી કાઢવામાં આવી હોવાનુ જણાવ્યુ હતુ. આ કાર્યક્રમમાં મહામંત્રી કનુભાઈ પટેલ, પાલીકા પ્રમુખ યતીનબેન મોદી, મહિલા મોરર્ચાના પ્રમુખ નીલાબેન પટેલ, મંદીરના મહંત વિકાસ મહારાજ સહિત હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...