તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:સાબરકાંઠામાં પાંચ તાલુકા કોરોનામુક્ત, શુક્રવારે શૂન્ય કેસ

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લામાં કોરોના ધીમો પડતાં હવે એક્ટિવ કેસની સંખ્યા પણ ઝડપથી ઘટવા માંડી છે. જિલ્લાના 5 તાલુકામાં એક પણ એક્ટિવ નથી. શુક્રવારે એક પણ કેસ ન નોંધાતાં એક્ટિવ કેસની સંખ્યા 10 થઇ છે.સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં એક જ કેસ નોંધાતાં અને 21 દર્દીઓને સારવાર બાદ રજા અપાતા જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 10 થઇ છે.

હિંમતનગર અને ઇડરમાં ચાર-ચાર અને વડાલી તાલુકામાં 02 એક્ટિવ કેસ રહ્યા છે. જિલ્લાના અન્ય પાંચ તાલુકા કોરોના મુક્ત બન્યા છે. છેલ્લા 24 કલાકમાં 1160 આરટીપીસીઆર અને 114 એન્ટીજન ટેસ્ટ કરાયા હતા તે તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો સાબરકાંઠા જિલ્લો કોરોના મુક્ત થવા આગળ ધપી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...