કોરોના:સાબરકાંઠામાં પાંચ પોઝિટિવ કેસ, 9 દર્દીઓને રજા અપાઈ

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરમાં 2, પ્રાંતિજ, તલોદ અને ઇડરમાં 1- 1 કેસ

સાબરકાંઠામાં મંગળવારે વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા હતા. સામે 9 દર્દી કોરોના મુક્ત બનતાં રજા આપવામાં આવી હતી. 5 પોઝિટિવ કેસમાંથી હિંમતનગરમાં 2, પ્રાંતિજ, તલોદ અને ઇડરમાં 1- 1વ્યક્તિ સંક્રમિત થતાં કુલ પોઝિટિવનો આંકડો 1310 એ પહોંચી ગયો છે. જ્યારે 9 દર્દીઓન ડિસ્ચાર્જ થતાં કુલ ડિસ્ચાર્જનો આંકડો 1199 એ પહોંચી ગયો છે. આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હિંમતનગરમાં હરસિદ્ધિ સોસાયટીમાં 76 વર્ષિય મહિલા, રાધેગોવિંદ સોસાયટીમાં 65 વર્ષિય પુરૂષ, પ્રાંતિજમાં નવા બાકરપુરામાં 49 વર્ષિય પુરૂષ, તલોદમાં શાંતિનગર સોસાયટીમાં 33 વર્ષિય મહિલા અને ઇડરમાં ઉમાનગર જવાનપુરામાં 35 વર્ષિય મહિલાનો કોવિડ - 19 નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...