જલમંદિર વ્યભિચાર પ્રકરણ / બન્ને મહારાજ સાહેબની પાપલીલાનો ભોગ બનેલી વધુ પાંચ મહિલાઓએ પોલીસનો સંપર્ક કર્યો: એસપી

12.8 મિનિટે મહારાજોને ઇડર પોલીસ કોર્ટ લઈને પહોંચી હતી.
12.8 મિનિટે મહારાજોને ઇડર પોલીસ કોર્ટ લઈને પહોંચી હતી.
3.01 મિનિટે મહારાજો કોર્ટની બહાર આવ્યા હતા.
3.01 મિનિટે મહારાજો કોર્ટની બહાર આવ્યા હતા.
X
12.8 મિનિટે મહારાજોને ઇડર પોલીસ કોર્ટ લઈને પહોંચી હતી.12.8 મિનિટે મહારાજોને ઇડર પોલીસ કોર્ટ લઈને પહોંચી હતી.
3.01 મિનિટે મહારાજો કોર્ટની બહાર આવ્યા હતા.3.01 મિનિટે મહારાજો કોર્ટની બહાર આવ્યા હતા.

  • ઇડર પાવાપુરી જલમંદિર વ્યભિચાર પ્રકરણમાં બંને લંપટ મહારાજોને જામીન મળ્યા
  • બંને મહારાજોનો નાર્કો ટેસ્ટ કરાશે : ડીએસપી, બંનેના નાર્કો અને તમામના ડીએનએ ટેસ્ટ થશે તો ઘણા બધા ચોંકfવાજનક રહસ્યો ખૂલી શકે: ફરિયાદી
  • શરતોને આધિન જામીન મંજૂર કરાતાં જૈન સમુદાયમાં સોપો, બંને કારમાં જલમંદિર પહોંચ્યા

દિવ્ય ભાસ્કર

Jun 30, 2020, 05:53 AM IST

હિંમતનગર. ઇડર પાવાપુરી જલ મંદિરના બંને મ.સા.વિરુદ્ધ વધુ ચાર - પાંચ પિડીત - શોષિત મહિલાઓએ પોલીસનો સંપર્ક કર્યો હોવાનુ અને બંને મહારાજોના નાર્કો એનાલીસીસ ટેસ્ટ કરવાનુ સા.કાં. એસ.પી. ચૈતન્ય મંડલીકે જણાવતા સમગ્ર પ્રકરણમાં બંને મહારાજની સ્થિતિ કફોડી બનતી જાય છે. સોમવારે જામીન મળ્યાનો આનંદ બંને સાધુ મહારાજ માટે ક્ષણીક પૂરવાર થવાની સંભાવના પેદા થઇ છે. 

બંને મહારાજોના નાર્કો એનાલીસીસ, ડીએનએ ટેસ્ટ સહિતના સાયન્ટિફીક પુરાવા એકત્ર કરાશે

પાવાપુરી જલમંદિરના આચાર્ય કલ્યાણ સાગર અને રાજા મહારાજ રાજતિલક સાગરના કૂકર્મોનો ભોગ બનેલ પિડીત - શોષિત મહિલાઓ પોલીસ કાર્યવાહીથી સંતુષ્ટ બની હિંમત દેખાડી રહી છે. સા.કાં. એસ.પી. ચૈતન્ય મંડલીકે વિગત આપતા જણાવ્યુ કે આ ચાર પાંચ મહિલાઓ સિવાય અન્ય મહિલાઓ પણ આગળ આવવાની સંભાવના છે. બંને મહારાજોના નાર્કો એનાલીસીસ, ડીએનએ ટેસ્ટ સહિતના સાયન્ટિફીક પુરાવા એકત્ર કરાશે. અત્યાર સુધીમાં ચાર - પાંચ મહિલાઓએ પોલીસનો સંપર્ક કર્યો છે તેમના વિધિવત્ નિવેદન બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. બંને મહારાજોને જામીન મળી જતાં સૂન્ન થઇ ગયેલ જૈન સમુદાયને નવુ ટોનિક મળી ગયુ છે. ર્ડા. આશિત દોશી એ જણાવ્યુ કે બંનેના નાર્કો અને તમામના ડીએનએ ટેસ્ટ થશે તો ઘણા બધા ચોંકાવાજનક રહસ્યો ખૂલી શકે તેમ છે. 

14 દિવસના રિમાન્ડ માટે આ દલીલો થઈ 

પોલીસ દ્વારા રિમાન્ડ માટે બંને મહારાજ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વિહાર કરતા હોઇ ત્યાં આવો કોઇ ગુનો આચર્યો છે કે કેમ, જાતીય શોષણની ફરિયાદ થઇ છે તેમાં મહિલાઓ અલગ નિવેદન આપ્યુ હોઇ તેને કોઇ લાલચ, પ્રલોભન કે દબાણ કરાયુ છે કે કેમ, મહિલાનું જાતિય શોષણ થયુ હોય તો તેમાં અન્ય કોઇ સામેલ છે કે કેમ, ટ્રસ્ટના હિસાબો, ટ્રસ્ટના નાણાં વાપર્યા છે કે કેમ તેની તપાસ જરૂરી હોવાના કારણો રજૂ કર્યા હતા. ઉચાપતની કોઇ સેક્શન લગાવાઇ ન હતી. એડિશનલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ જે.પી. પ્રજાપતિએ બંને મહારાજોના રિમાન્ડની માંગણી ફગાવી 15-15 હજારના જાતમુચરકા સહિત જામીન મંજૂર કર્યા હતા.

હાઇ પ્રોફાઇલ કેસની જામીન અરજીની બંધ બારણે સુનાવણી  

બંને મહારાજોના નૈતિક અધ:પતનના હાઇ પ્રોફાઇલ કેસ તરફ સૌ કોઇની મીટ મંડાઇ હતી. જૈન સમુદાય દ્વારા ત્રણ દિવસમાં ચાર આવેદન પત્રો અપાયા હતા સોમવારે બંને મહારાજોને લઇ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરતા બંને પક્ષે દલીલો થઇ હતી રિમાન્ડની માંગણી અને જામીન અરજીની સુનાવણી બંધ બારણે થઇ હતી અને કોર્ટરૂમમાં અન્ય કોઇને પ્રવેશવા દેવાયા ન હતા. 

સા.કાં. જૈન સમાજે એસ.પી. કલેક્ટરને આવેદન આપ્યું, મહિલાઓ અને પોલીસ વચ્ચે રકઝક થઇ

સા.કાં. જૈન સમાજ દ્વારા કલેક્ટર અને એસપીને આવેદન આપી રજૂઆત કરાઇ હતી કે બંને મહારાજોના વ્યભિચાર અને જૈન આસ્થાથી વિરુદ્ધ કૃત્યોને વખોડી કાઢીએ છીએ. બંને મહારાજોના કૃત્યોથી જૈન તીર્થ સ્થાનની પ્રતિષ્ઠાને નુકસાન થયુ છે બંને વિરુદ્ધ કડક કાર્યવાહી અને અન્ય મહિલા પણ ભોગ બની છે તે  પણ ઉજાગર કરવાની માંગ કરાઇ હતી. મોટી સંખ્યામાં એકત્ર થયેલ મહિલાઓ સાથે પોલીસને થોડા સમય માટે રકઝક થઇ હતી. બીજી બાજુ ઇડરમાં બંને મહારાજોનો જામીન પર છૂટકારો થઇ ગયો હતો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી