તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંભવિત ત્રીજી લહેર અંગે તૈયારી:સાબરકાંઠામાં વધુ પાંચ ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરાશે

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડાલીમાં ઓક્સિજન પ્લાન્ટનું ઇન્સ્ટોલેશન થઇ ગયું છે અને આજે ટેસ્ટીંગ કરવાનું છે. - Divya Bhaskar
વડાલીમાં ઓક્સિજન પ્લાન્ટનું ઇન્સ્ટોલેશન થઇ ગયું છે અને આજે ટેસ્ટીંગ કરવાનું છે.
  • રાજ્યના અધિક આરોગ્ય મુખ્ય સચિવે હિંમતનગરની મુલાકાત લઈ કોરોનાની સંભવિત ત્રીજી લહેર અંગે તૈયારીની સમીક્ષા કરી

રાજ્યના અધિક આરોગ્ય મુખ્ય સચિવે રવિવારે હિંમતનગરની મુલાકાત લઈ કોરોનાની સંભવિત ત્રીજી લહેર અન્વયે તંત્ર દ્વારા કરાયેલ પૂર્વ તૈયારીની સમીક્ષા કરી હતી. હિંમતનગર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી 18થી વધુ વયના લોકો માટે રસીકરણ ઝુંબેશ વેગવાન બનાવવા સૂચના આપી હતી. જ્યારે સાબરકાંઠામાં 5 નવા ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરાશેનું પણ જણાવ્યું હતું. હિંમતનગરની રવિવારે મુલાકાતે આવેલા રાજ્યના અધિક આરોગ્ય મુખ્ય સચિવ મનોજસિંહાએ સાબરકાંઠા આરોગ્ય તંત્ર દ્વારા સંભવિત ત્રીજી લહેર અન્વયે કરાયેલો પૂર્વ તૈયારીની સમીક્ષા કરી હતી.

જરૂરિયાત મુજબ હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજન પ્લાન્ટની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. જિલ્લામાં હાલ 6 ઓક્સિજન પ્લાન્ટ છે. જ્યારે નવા 5 ઉભા કરાશે. સાબરકાંઠા જિલ્લા કલેક્ટર હિતેષ કોયાએ જણાવ્યું કે, જિલ્લામાં હાલ 378 રસીકરણ કેન્દ્ર પર પ્રતિદિન 8000 થી વધુ લોકોને રસી અપાય છે. જેમાં અત્યાર સુધી 45 થી 65 વર્ષની આયુ ધરાવતા 2,73,254 લોકોને આવરી લેવાયા છે. જયારે 18 વર્ષની વયથી ઉપરના 33579 લોકોને પ્રથમ ડોઝ અપાઇ ચૂક્યો છે.

આદિજાતિ અને અંતરીયાળ તાલુકાના ગામોમાં ટેસ્ટીંગની સુવિધા વધુ ઉભી કરાય તેમજ તેનું સમયસર નિદાન થાય તે જરૂરી હોવાનું જણાવ્યું હતું. ડીડીઓ ડૉ. રાજેન્દ્ર પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રાજેશ પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ચારણ, આરસીએચઓ જયેશભાઇ પરમાર, સંચારી રોગ અટકાયત અધિકારી મોદી, ઇન્ચાર્જ સિવિલ સર્જન અજય મૂલાણી સહિત હાજર હતા.

આ 6 જગ્યાએ સા.કાં.માં ઓક્સિજન પ્લાન્ટ
સાબરકાંઠામાં આ છ જગ્યાએ ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરાશે. વડાલીમાં સા.કાં. બેંક અને વડાલી એપીએમસીના સહયોગથી, ઇડર સિવિલમાં અંબુજા ગ્રુપના સહયોગથી, હિંમતનગરના ગાંભોઇ આરોગ્ય કેન્દ્રમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી, તલોદમાં સાબરડેરી અને તલોદ નાગરિક બેંકના ડિરેકટરના સહયોગથી તથા ખેડબ્રહ્મામાં પીએમકેર ફંડ અને વિજયનગરમાં ટ્રાયબલ ગ્રાન્ટમાંથી ઓક્સિજન પ્લાન્ટની સુવિધા ઉપલબ્ધ કરાવાશે.

અન્ય સમાચારો પણ છે...