તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝઘડો:હાંસલપુરમાં લાકડા નાખવા મામલે બે પરિવારો ઝઘડતાં 5 જણાં ઘાયલ

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગર ગ્રામ્ય પોલીસમાં સામ સામે ફરિયાદ નોંધાઇ

હિંમતનગરના હાંસલપુરમાં ગૌચરની ખુલ્લી જમીનમાં લાકડા નાખવાની સામાન્ય બાબતમાં બે પરિવારો બાખડતાં 5 જણ ઘાયલ થયા હતા. ગ્રામ્ય પોલીસે બન્ને પક્ષો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. હાંસલપુરમાં ગોસ્વામી ફળિયામાં બુધવારે સતિશગીરી દશરથગીરી ગોસ્વામી (32)ના ઘરની પાછળ ગામના ગૌચરની ખુલ્લી જમીનમાં સતિશગીરીના બા ખેતરમાંથી કાપીને લાવેલા લાકડા નાખતા હતા.જે બાબતે નારાયણગીરી મોતિગીરી ગોસ્વામી અને અલ્પેશગીરી કૈલાશગીરી ગોસ્વામી એ આવીને અપશબ્દો બોલી મેહુલગીરીને ગળું પકડી માર મારી જમણા હાથના ભાગે ઇજા કરી હતી.

જ્યારે ચેતનાબેન નારાયણગીરી ગોસ્વામી અને સંધ્યાબેન અલ્પેશગીરી ગોસ્વામીએ દશરથગીરી અને જ્યોત્સનાબેન સાથે ઝપાઝપી કરી મારી નાખવાની ધમકી આપતાં સતીશગીરીએ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ આપી હતી. જ્યારે દશરથગીરી મોતી ગીરી,સતિશ ગીરી દશરથ ગીરી,મેહુલ ગીરી દશરથ ગીરી, જ્યોત્સનાબેન દશરથ ગીરીએ લાકડા હટાવી પોતાના લાકડા મૂકી દેતાં નારાયણગીરી (60) કહેવા જતાં દશરથગીરી અને અમૃતભાઈને માર મારી સતીશગીરી, મેહુલગીરી, જ્યોત્સનાબેન અને અલ્પેશગીરીને હાથે તથા છાતીના ભાગે નખ માર્યા ચેતનાબેનને અંગૂઠાના ભાગે ઇજા કરતાં નારાયણગીરીએ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...