તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફાયર NOC કેમ્પ:હિંમતનગમાં ફાયર NOC કેમ્પમાં જિલ્લામાંથી 233 અરજીઓ આવી

હિંમતનગર18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એન.ઓ.સી. ન ધરાવનારની મિલકત 16 એપ્રિલથી સીલ કરાશે

શનિવારે હિંમતનગરમાં યોજાયેલ મેઘા ફાયર એનઓસી કેમ્પમાં સાબરકાંઠાની 6 પાલિકાના હાઇરાઇઝ બિલ્ડીંગ, હોસ્પિટલ, શૈક્ષણિક સંકુલો માટે 233 અરજીઓ આવી હતી. જેને હાલમાં એપ્રુવ કરાઇ છે અને ત્રૂ ટીઓની પૂર્તિ કરનારને એનઓસી આપી દેવામાં આવનાર છે. 16 એપ્રિલથી એનઓસી ન ધરાવનાર સંકુલોને સીલ કરાશે.

ગાંધીનગરમાં એન.ઓસી.ની સત્તા હોવાથી બે વર્ષથી મામલો ઘોંચમાં પડ્યા બાદ સરકારે જિલ્લાના વડા મથક ખાતે ફાયર એનઓસી કેમ્પ રાખી ઇન્સ્પેક્શનની જવાબદારી જે તે સ્થાનિક ફાયર વિભાગને સોપી તેના પ્રમાણપત્રને આધારે ફાયર એનઓસી આપવાનો વિકલ્પ નક્કી કરી 3 જી એપ્રિલે હિંમતનગર ખાતે એનઓસી કેમ્પનું આયોજન કરાયુ હતું. હિંમતનગરમાં રીજીયોનલ ફાયર ઓફિસર મહેશકુમાર મોડની હાજરીમાં યોજાયેલ કેમ્પમાં કુલ 233 અરજીઓ આવી હોવાનુ જણાવી ફાયર ઓફિસર પ્રતાપસિંહ દેવડાએ જણાવ્યુ કે ઇન્સ્પેક્શન દરમિયાન સામે આવેલ ત્રુટીઓ પૂર્ણ કરનારને એનઓસી ઇશ્યુ કરી દેવાશે અને 16 તારીખથી ફાયર એનઓસી ન ધરાવનાર સંકુલોને સીલ કરાશે.

પાલિકા અરજીઓ
હિંમતનગર116
ઇડર33
વડાલી10
ખેડબ્રહ્મા32
પ્રાંતિજ19
તલોદ23
કુલ233
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો