તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:સા.કાં.ના 6 શહેરોની 175 હોસ્પિટલ, 59 શૈ.સંકુલ માટે 3 જી એપ્રિલે હિંમતનગરમાં ફાયર NOC કેમ્પ

હિંમતનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તમામ શરતો પરિપૂર્ણ કરનારને સ્થળ પર જ એનઓસી અપાશે
 • બિલ્ડિંગમાં ફાયર સિસ્ટમ ચાલુ કરી લાઇવ વિડિયો, ફોટા પેનડ્રાઈવમાં આપવાના રહેશે

રાજ્ય સરકારે શૈક્ષણિક સંકુલો અને હોસ્પિટલોમાં આગજનીની ઘટનાઓમાં નિર્દોષ જીંદગીઓનો ભોગ લેવાયા બાદ ફાયર એનઓસી ફરજિયાત બનાવવા છતાં મિલ્કત ધારકો ગાંધીનગરના ધક્કા ખાવા તૈયાર ન થતા અને એનઓસી આપવા માટેની સત્તાનુ કેન્દ્રીયકરણ થયેલ હોઇ તેનું વિકેન્દ્રીકરણ કરવાનો હલ શોધવામાં દોઢ વર્ષ જેટલો સમય બરબાદ કર્યા બાદ હવે ફાયર એનઓસી માટે જિલ્લા મથકોએ ફાયર એનઓસી કેમ્પ રાખવાનું આયોજન કર્યું છે.

જેમાં ઇન્સ્પેક્શનની જવાબદારી જે તે સ્થાનિક ફાયર વિભાગને સોંપી દેવાઇ છે. જેના પ્રમાણપત્ર સાથે રીજીયોનલ ફાયર ઓફિસર સમક્ષ તમામ દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. હિંમતનગરમાં 3 જી એપ્રિલે ફાયર એનઓસી કેમ્પ યોજાનાર છે. હિંમતનગર પ્રાંતિજ અને તલોદ પાલિકા વિસ્તારમાં આવતા હાઇરાઇઝ બિલ્ડીંગો, હોસ્પિટલો, શૈક્ષણિક સંકુલો માટે અગામી 30 માર્ચ સુધીમાં હિંમતનગર ફાયર વિભાગમાં તથા ઇડર, વડાલી, ખેડબ્રહ્મા પાલિકા વિસ્તાર માટે ઇડર ફાયર વિભાગમાં જરૂરી દસ્તાવેજો સહિત અરજી કરવાની રહેશે. જેમાં બંને પાલિકાના ફાયર ઓફિસર દ્વારા ઇન્સ્પેક્શન થયા બાદ સર્ટીફીકેટ આપવામાં આવશે. આ બધુ 3 જી એપ્રિલે હિંમતનગર ખાતે યોજાનાર કેમ્પમાં રજૂ થયા બાદ યોગ્ય અરજીઓ સામે સ્થળ પર જ ફાયર એનઓસી આપી દેવાશે.

જિલ્લામાં 175 હોસ્પિટલો અને 59 સંકુલો, રજાના દિવસે પણ ફાયર વિભાગ કામ કરશે
હિંમતનગર, પ્રાંતિજ, તલોદ, ઈડર, વડાલી અને ખેડબ્રહ્મામાં નોંધાયેલ 175 હોસ્પિટલ અને 59 સંકુલો છે જે પૈકી હિંમતનગરમાં 110 હોસ્પિટલ અને 29 સંકુલો છે જે તમામને નોટીસ અપાઇ ચૂકી છે અને 3 જી એ યોજાનાર કેમ્પ અંગે ટેલિફોનિક જાણ કરી જરૂરી ફોર્મેટમાં દસ્તાવેજી પુરાવા સાથે 30 માર્ચ સુધીમાં પાલિકામાં અરજી કરવા સૂચના અપાઇ હોવાનું જણાવી ફાયર ઓફિસર પ્રતાપસિંહ દેવડાએ ઉમેર્યુ કે અરજી મળ્યા બાદ સ્થળ ચકાસણી કરી તેનો અહેવાલ એનઓસી કેમ્પમાં રજૂ કરવામાં આવશે અને યોગ્ય અરજીઓને સ્થળ પર એનઓસી મળી જશે. રજાના દિવસે પણ ફાયર વિભાગ આ કામગીરી માટે હાજર રહેશે.

એનઓસી માટે આ જરૂરી
{ નિયત નમૂનામાં અરજી
{ફિક્સ ફાયર ફાઈટીંગ સિસ્ટમનો એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ 300 રૂ. ના સ્ટેમ્પ પર નોટરી કરીને રજૂ કરવાનો રહેશે.
{બાંહેધરી પત્રક નોટરી કરીને
{ ફાયરના સાધનોનું રીફીલીંગ, ખરીદ બિલની નકલ
{ઈલેક્ટ્રીક ટેસ્ટ સર્ટી. અને બાહેંધરી પત્રક
{ લિફ્ટ હોય તો લાયસન્સની નકલ
{બીયુ પરમીશન, બાંધકામ રજાચિઠ્ઠી, ફેક્ટરી લાઇસન્સની નકલ
{બિલ્ડીંગનો મંજૂર કરેલ પ્લાન

પેન ડ્રાઈવમાં આ આપવું પડશે
બિલ્ડીંગનો અંદર-બહારનો ફોટો તેમજ ફાયરના સાધનોનો ફોટો, હાઇડ્રન્ટ સિસ્ટમનો વિડીયો તેમજ ટેસ્ટિંગનો વિડીયો, હોજરીલ સિસ્ટમનો ટેસ્ટીંગનો વિડીયો, સ્પીંકલર સિસ્ટમનો ટેસ્ટીંગનો વિડીયો, ડિટેક્સન સિસ્ટમનો ટેસ્ટીંગનો વિડીયો, એલાર્મ સિસ્ટમના ફોટા અને ટેસ્ટીંગનો વિડીયો તથા બિલ્ડિંગના મંજૂર પ્લાનની 15 થી 20 એમ.બી. ની પીડીએફ ફાઈલ પેનડ્રાઇવમાં રજૂ
કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો