તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ઇડરમાં વીમો પકવવા કાર ચોરાયાની ફરિયાદ નોંધાવી, હવે ફરિયાદી આરોપી

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફરિયાદીએ જ વીમો પકવવા વકીલની સલાહ થી ખોટી ફરિયાદ નોંધાયાની કબૂલાત

ઇડરના ગંભીરપુરામાં રહેતા શખ્સની રેનોલ્ટ ડસ્ટર કાર ઘર આગળથી ચોરી થઇ ગયાની ફરિયાદ નોંધાવવાના મામલે એલસીબીએ 48 કલાકમાં પર્દાફાશ કરી ફરિયાદીના મોઢે જ વીમો પકવવા વકીલની સલાહ થી ખોટી ફરિયાદ નોંધાવ્યાની કબૂલાત કરાવી હતી.એલસીબી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગંભીરપુરામાં અશરફનગર સોસાયટીમાં રહેતા સાજીદભાઈ મહેમૂદભાઈ લુહારે તા.10-06-21 ના રોજ ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તા.6 અને 7 જૂનની રાત્રી દરમિયાન તેમની રેનોલ્ટ ડસ્ટર કાર નં.જી.જે-18-બી.બી-7121 ઘર આગળથી ચોરી થઈ ગઈ હતી. ફરિયાદ નોંધાયા બાદ એલસીબીએ તપાસ શરૂ કરી હતી.

એલસીબી પીએસઆઇ જે.પી.રાવે જણાવ્યું કે તા.11-06-21 ના રોજ સ્થળ તપાસ કરી ફરિયાદીની પૂછપરછ કરતાં તેની વર્તણુંક શંકાસ્પદ જણાઇ હતી.ચોરીની જગ્યાની આજુબાજુના સીસીટીવી ચેક કરતાં કથિત ચોરીવાળુ વાહન અવરજવર કરતું જોવા મળ્યું ન હતું. જેથી બાતમીદારો મારફતે સાજીદભાઈની ઝીણવટભરી માહિતી એકત્ર કરતાં કથિત ચોરી વાળી ગાડી દોઢેક વર્ષ અગાઉ અશરફનગરમાં જ રહેતા રાજુભાઇ ગનીભાઇ મેમણ પાસેથી ખરીદી હતી અને છેલ્લા છ-સાત મહિનાથી આ ગાડી સાજીદભાઈ પાસે હતી જ નહીં અને થોડા અરસા અગાઉ ચારેક માસના સમયગાળા સુધી અવારનવાર રાજુભાઈ ગનીભાઇ મેમણ પાસે જોવા મળી હતી અને છેલ્લા ત્રણ માસથી રાજુભાઈ પાસે પણ આ ગાડી ન હતી.

રાજુ ગનીભાઇ મેમણને એલસીબી કચેરી લાવી પૂછપરછ કરતાં ડસ્ટર ગાડીની ચોરી થઇ ન હોવાનું અને સાજીદભાઈ મહેમૂદભાઈ લુહારે રૂ.3 લાખમાં રાજુભાઈને વેચાણ આપ્યા બાદ રાજુભાઈ એ રૂ.2.5 લાખમાં ડીસાના મનુભાઈ જોરાભાઈ પ્રજાપતિને લેવડદેવડની અવેજમાં આપી હોવાની કબૂલાત કરતાં સાજીદભાઇ લુહાર ને પકડી પૂછપરછ કરતાં ભાંગી પડ્યો હતો અને વેચાણ ખત કરેલ ન હોઇ ઇડરના વકીલ સલીમભાઈ મનસૂરીને મળી કઈ રીતે ફરિયાદ આપી ખોટી રીતે વીમો પકવી આર્થિક લાભ મેળવી શકાય તેની સલાહ લઈને ચોરીનો બનાવ ઉપજાવી કાઢતી ફરિયાદ રૂ.3 હજાર ફી આપીને ટાઇપ કરાવી ઇડર પોલીસ સ્ટેશનમાં લઈ ગયાની કબૂલાત કરતાં અટક કરી ઇડર પોલીસને સોંપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...