તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારામારી:આગિયોલમાં પુત્રીના છુટાછેડા મામલે બંને પક્ષો વચ્ચે મારામારી

હિંમતનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગરના આગીયોલની પરિણીતાના છુટાછેડાના મામલે બેરણાના પિયરિયાઓ વચ્ચે મારામારી થતાં બંને પરિવારોએ ગાંભોઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આગિયોલની પરણિતાને બેરણાના પિયરીયાઓ રાહુલભાઇ મેલાજી પરમાર, સુનિલભાઈ મેલાજી પરમાર, જ્યોત્સનાબેન મેલાજી પરમાર (રહે. ડબાવાળી ફળી બેરણા)એ શનિવારે સાંજે સાડા આઠ વાગ્યાના સુમારે વિક્રમસિંહ કચરૂસિંહ મકવણા (રહે. આગિયોલ મઠ વિસ્તાર)ના ઘેર જઈ અમારી દિકરીને અમને પૂછ્યા વગર કેમ છુટાછેડા આપી દીધા છે તેમ કહી લાકડાથી માર માર્યો હતો. આ અંગે વિક્રમસિંહે ગાંભોઈ પોલીસમાં ફરિયાદ આપી હતી. પરિણીતા જ્યોત્સનાબેન મેલાજી પરમારે (ઉ.40.રહે ડબાવાળી ફળી બેરણા )એ વિક્રમજી કચરાજી મકવાણા,જીગ્નેશ વિક્રમજી મકવાણા અને આશિષજી વિક્રમજી મકવાણા (તમામ રહે. મઠ વિસ્તાર આગિયોલ) વિરુદ્ધ પતિ મેલાજી કોદરજી પરમાર, દીકરા રાહુલભાઇ મેલાજી પરમાર,સુનિલ મેલાજી પરમારને મારમાર્યો હતો. પોલીસે સુનિલભાઈ પરમાર, વિક્રમજી , જીજ્ઞેશજી, આશિષજી મકવાણાની અટકાયત કરી છે.

અન્ય સમાચારો પણ છે...