ફરિયાદ:વડાગામમાં રિકરીંગના રૂપિયાની લેતીદેતી મુદ્દે મારામારી, મેડિકલના માલિક સહિત ત્રણ સામે ફરિયાદ

વડાગામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધનસુરા ના વડાગામમાં રહેતા હબીબભાઈ કાદરભાઈ શેખ વિશ્વામિત્ર ઈન્ડિયા પરિવાર નામની કંપનીમાં રિકરીંગ ના રૂપિયા ઉઘરાવે છે. વડાગામમાં ભવાની મેડિકલ ધરાવતા( તલોદ )બદામકંપાના વસંતભાઈ પટેલ તેમજ તેમની મેડિકલ માં કામ કરતા નિકુંજભાઈ ઝાલા અને અન્ય એક શખ્સે ભેગા થઈ રૂપિયા લેવા બાબતે હબીબભાઈ કાદરભાઈ શેખની દુકાને જઈ મારમારતાં મેડિકલના માલિક , તેમજ મેડિકલમાં કામ કરતા માણસ અને અન્ય એક શખ્સ સહિત ત્રણ જણા સામે ધનસુરા પોલીસ મથકે વસંતભાઈ પટેલ, ભવાની મેડિકલના માલિકરહે .બદામકંપા, નિકુંજભાઈ ઝાલા - ભવાની મેડિકલનો કર્મી રહે .વખતપુરા અને અન્ય એક શખ્સ સામે ફરિયાદ કાદરભાઇએ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...