વેફર્સ ફેક્ટરીમાં આગ:હિંમતનગરના રંગપુર પાટીયાએ આવેલી બાલાજી વેફર્સના યુનિટમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 10 ટીમ ઘટનાસ્થળે

હિંમતનગર17 દિવસ પહેલા
  • 10 ફાયર ફાઇટર આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહી છે

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના રંગપુર પાટિયા પાસેની બાલાજી વેફર્સની ફેક્ટરીમાં ભીષણ આગ ફાટીની નીકળી છે. આગને પગલે દૂરદૂર સુધી ધૂમાડાના ગોટેગોટા દેખાતા હતા. તો આગ પર કાબૂ મેળવવા માટે બાલાજી વેફર્સના પ્લાન્ટ પર ફાયરબ્રિગેડની 10 ટીમ દોડી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહી છે. 10મી તારીખે તો ફેક્ટરીનું ઓપનિંગ થવાનું હતું

આગ લાગવાનું કારણ અકબંધ
ઉનાળામાં દિવસેને દિવસે આગની ઘટનાઓ વધી રહી છે. તેમાં હિંમતનગરના રંગપુર ગામ પાસે આવેલી જાણીતી વેફર્સ કંપની બાલાજીની ફેક્ટરીમાં ભીષણ આગનો બનાવ બન્યો છે. જો કે હજુ સુધી હિંમતનગરની વેફર્સ ફેક્ટરીમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આગ ફેક્ટરીમાં ફેલાઈ હતી. જેને પગલે બાલાજી વેફર્સની ફેક્ટરીમાં નાસભાગ મચી ગઈ હતી.

આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દોડધામ
મળતી વિગત અનુસાર ફેક્ટરીમાં આકસ્મિક કારણોસર આગ ફાટી નીકળી હતી અને જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. જેને પગલે ફેક્ટરીમાં નાસભાગ મચી હતી. વિકરાળ આગને પગલે દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા દેખાતા હતા. આગને પગલે કંપનીને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું હોવાની શક્યતા છે.

ફાયર બ્રિગેડની ટીમ આગને કાબૂમાં લેવા જહેમત ઉઠાવે છે
આગના બનાવની જાણ થતાં ઈડર અને હિંમતનગરની ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધર્યા હતા. ઘટનાસ્થળે 10થી વધુ ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...