હિંદુ ધર્મના પવિત્ર શ્રાવણ માસના તહેવારો, જૈન ધર્મનો ચતુર્માસ તેમજ મુસ્લિમ ધર્મનો મહોરમનો ધાર્મિક તહેવારો આવતા હોઈ શહેરમાં શાંતિ અને સુલેહ બની રહે તે માટે હિંમતનગર એ અને બી ડિવિઝન પોલીસ મથકમાં અગ્રણીઓની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક મળી હતી.
દર વર્ષની જેમ આ વર્ષે પણ મોહરમનો તહેવાર પવિત્ર શ્રાવણ માસમાં આવેલ છે.પવિત્ર શ્રાવણ માસના આ તહેવારોની ઉજવણી દરમ્યાન કોરાના ગાઇડલાઇનનું પાલન થાય તે માટે આ વર્ષે પણ શહેર અને આજુબાજુના વિસ્તારમાં મોહરમના જુલૂસનું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું છે. હુસેની ચોક ઇમામવાડા ચોરા ઉપર તેમજ હડિયોલપુલ છાપરિયા કસ્બા, ખાતે ફક્ત જિયારત દર્શન હિન્દુ , મુસ્લિમ ભાઈઓ બહેનો સોશિયલ ડિસ્ટન્સ જાળવી માસ્ક પહેરીને કરી શકશે.
હિંમતનગરમાં નીકળતાં તમામ મોહરમ કમિટીના આગેવાનો વિવિધ સંસ્થાઓના પ્રમુખ ચેરમેને ટ્રસ્ટીઓ સભ્યો કોર્પોરેટરો અને પંચાયતના સભ્યો હિન્દુ, મુસ્લિમ સમાજના આગેવાનોએ કોમી એકતા અને ભાઈચારા સાથે તહેવારો ઉજવાય તેવી ખાતરી આપી હતી. ડીઆયએસપી કે.એચ.સૂર્યવંશી, પીઆઇ સી.એફ.ઠાકોર ઠાકોર, પીએસઆઈ અર્જુન જોષી કાઉન્સિલર ડિકુલભાઈ ગાંધી, જાનકીબેન રાવલ, શશીકાંતભાઇ સોલંકી, કાજલબેન દોશી, દિપ્તીબેન વખારીયા, ઈશાકભાઈ શેખ, રફિકભાઈ સહિત હાજર હ તા. હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.