તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દહેશત:જિલ્લામાં મગફળી સહિતના પાકનું ઉત્પાદન 40 ટકા ઘટવાની દહેશત

હિંમતનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદની ઘટને પગલે કૃષિ વિભાગે એડવાઇઝરી પણ જારી કરી

સાબરકાંઠા જિલ્લામાં મોસમનો 30 ટકા વરસાદ નોંધાયો છે અને 45 ટકાથી વધુની ઘટ પ્રવર્તી રહી છે. જિલ્લાના ખેડૂતોએ 75628 હેક્ટરમાં મગફળી સહિતના પાકનું વાવેતર કર્યું હતું પરંતુ ઓગસ્ટમાં વરસાદ ખેચાતાં ટૂંકાગાળાના વૃદ્ધિના તબક્કે પહોંચેેલા ખરીફ પાકો માટે પિયતની સુવિધા ધરાવતા ખેડૂતોને ચિંતા નથી પરંતુ અન્ય ખેડૂતો માટે હવે વરસાદ આવે તો પણ કઠોળ પાકોનું ઉત્પાદન 40 ટકાથી વધુ ઘટવાની દહેશત પેદા થઈ છે.જેને પગલે કૃષિ વિભાગે એડવાઇઝરી પણ જારી કરી છે.

ખેડૂતોના જણાવ્યાનુસાર હવે વરસાદ થાય તો પણ ઉત્પાદનમાં 40 ટકાથી વધુની ઘટ આવશે.પિયતની પોતાની સુવિધા ધરાવતા ખેડૂતો માટે ચિંતાનું કોઈ કારણ નથી પરંતુ અન્ય ખેડૂતો દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે ત્યારે રહ્યો સહ્યો પાક બચાવવા મેઘરાજાને પ્રાર્થના કરી રહ્યા છે.

સા.કાં. ખેતીવાડી અધિકારી વી.કે. પટેલે જણાવ્યુ કે ઓછા વરસાદને કારણે પિયત આપતી વખતે ચીવટ રાખવી જરૂરી છે. પાકને માત્ર ભેજની જરૂર હોઇ તેને ધ્યાને લઇ પિયત આપવુ તથા કટોકટી અવસ્થાએ એકાંતરે ચાસમાં પિયત આપવુ જેથી ઓછા પાણી એ વધુ વિસ્તારમાં પિયત થઇ શકે અને શક્ય હોય તો આવરણનો ઉપયોગ કરી ભેજ જાળવી શકાય છે. પાકને નિંદામણ મુક્ત રાખવા સહિત સ્પ્રીંકલર - ટપક સિંચાઇ પધ્ધતિથી પિયતની કાર્યદક્ષતા વધારી પાણી સાથે ખાતર - દવા અસરકારક રીતે આપી શકાય છે.મગફળી અને કઠોળ પાકોમાં સ્પ્રીંકલર પધ્ધતિનો ઉપયોગ કરવો અને નબળા છોડ ઉપાડી લેવા ફાયદાકારક છે આંતર ખેડ નિયમિત અંતરાલે કરતા રહેવુ જોઇએ.

અન્ય સમાચારો પણ છે...