તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુકાદો:ચેક રિટર્નમાં પિતા-પુત્રને 1-1 વર્ષની સજા

હિંમતનગર23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • હિંમતનગરની પુરુષોત્તમ નગરના હાઇસ્કૂલના આચાર્યએ પોતાના પુત્રને દેવું થઇ જતાં ગઢોડાના શખ્સ પાસેથી રૂ.10 લાખ લીધા હતા
 • પુત્રને રૂ.20 લાખ અને પિતાને રૂ.10 લાખ વળતર પેટે ચૂકવવા આદેશ કર્યો

હિંમતનગરની પુરુષોત્તમ નગર હાઇસ્કૂલના આચાર્યએ પોતાના દીકરાને દેવું થઇ જતાં હિંમતનગરના ગઢોડા શખ્સ પાસેથી 6 વર્ષ અગાઉ રૂ. 10 લાખ હાથ ઉછીના લીધા હતા. શેર લે-વેચમાં નફામાંથી માસિક 4 ટકા ભાગ આપવાનું સ્ટેમ્પ પર લખાણ કરી આપી રૂ. 20 લાખ લેનાર પુત્રએ આપેલ ચેક રિટર્ન થવાના કિસ્સામાં બીજા ચીફ જ્યુ. મેજીસ્ટ્રેટે પિતા-પુત્ર બંનેને એક વર્ષની સાદી કેદ અને પૈસા ન ચૂકવે તો વધુ ત્રણ માસની કેદની સજાનો હુકમ કર્યો હતો.

હિંમતનગરના ગઢોડાના મહેશભાઈ શંભુભાઈ પટેલે કરેલ ફરિયાદની વિગત મુજબ છ વર્ષ અગાઉ હિંમતનગરની પુરૂષોત્તમનગર હાઇસ્કૂલના આચાર્ય સત્યભાનુ બી પટેલે તેમના દીકરાને દેવું થઇ ગયાનું જણાવી રૂ. 10 લાખ હાથ ઉછીના લીધા હતા અને પરત કરવા તા.16-05-14નો એચડીએફસીનો ચેક આપ્યો હતો.

જ્યારે તેમના પુત્ર પરિમલભાઈએ શેર ની લે વેચમાં ખૂબ મોટો નફો હોવાનું જણાવી પૈસાનું રોકાણ કરવા તથા શેરબજારમાં રૂ. 20 લાખ રોકશો તો માસિક 4 ટકાના લેખે નફામાંથી ભાગ મળશે તેવું સમજાવીને પૈસા જ્યારે માંગશો ત્યારે પરત મળશે તે મતલબનું તા. 25-11-13 ના રોજ લખાણ કરી આપી રૂ.18 લાખ ચેકથી અને રૂ. 2 લાખ રોકડા લીધા હતા અને સમયમર્યાદા પૂરી થતા તા.28-04-14 નો ચેક આપ્યો હતો.

પિતા-પુત્રએ આપેલ બંને ચેક રિટર્ન થતાં મહેશભાઈએ બીજા એડી. ચીફ જ્યુ. મેજી. ની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદ પક્ષે રશ્મીભાઈ એન. પંડ્યાએ રજૂ કરેલ પુરાવા અને દલીલો ગ્રાહ્ય રાખી બીજા એડી. ચીફ જ્યુડી મેજી. જયશ્રીબેન દિપકકુમાર અમીને પિતા-પુત્ર બંનેને કસૂરવાર ઠરાવી એક-એક વર્ષની કેદ અને રૂ. 10 લાખ તથા રૂ.20 લાખ વળતર ચૂકવી આપવા અને વળતર ન ચૂકવે તો બંનેને વધુ ત્રણ માસની કેદની સજાનો હુકમ કરતા ફફડાટ વ્યાપી ગયો હતો.

5 લાખના ચેક રિટર્નના કિસ્સામાં આક્ષેપ પૂરવાર ન થયો
વર્ષ 2016માં હિંમતનગરના હેમાંગ હસમુખલાલ સોનીએ તેમના પરિચિત મનુભાઈ બચુભાઈ પટેલને હાથ ઉછીના આપેલ રૂ. 5 લાખ પરત કરવા આપેલ ચેક રિટર્ન થવાના કિસ્સામાં બચાવ પક્ષે એડવોકેટ એ.કે. પંડ્યાએ આવડી મોટી રકમ હાથ ઉછીની આપી હોવા અંગે સંશય પેદા કરી ઇન્કમટેક્સ રિટર્નમાં આ બાબત દર્શાવી હોય તો રજૂ કરવા જણાવ્યા બાદ ફરિયાદ પક્ષ આક્ષેપ પૂરવાર કરવામાં નિષ્ફળ નિવડતા ત્રીજા એડી. ચીફ જ્યુડી. મેજી. નીતિનકુમાર એ. બ્રહ્મભટ્ટે નિર્દોષ છૂટકારો કરવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો