તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:બીમાર દીકરીની ખબર પૂછવા જતા ઇડરના જાલીયા પાસે ટ્રકની ટક્કરે પિતાનું મોત,2ને ઈજા

હિંમતનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોશીના દંત્રાલથી દીકરી બિમાર હોઈ બાઇક લઇને ઉંડણી જવા નીકળ્યા હતા

પોશીના દંત્રાલથી બિમાર દીકરીની ખબર કાઢવા પિતા-પુત્ર અને અન્ય એક વ્યક્તિ બાઇક લઇને ઉડંણી જઇ રહ્યા હતા ત્યારે ઇડરના જાલીયા પાસે ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા એક 45 વર્ષીય પિતાનું મોત નીપજ્યું અને બેને ઈજા થઈ હતી..

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર તા.22/03/21 ના રોજ સાંજના સમયે મગનભાઇ રામજીભાઇ ડાભી, તેમનો દીકરો શૈલેષભાઇ તથા હિંગટીયા ગામના શીવાભાઇ સોમાભાઇ ખેર બાઇક નં. જી.જે-9-એ.એલ-1435 લઇને દીકરી સુમીબેન વા/ઓ કડવાજી ઠાકરડા બિમાર હોવાથી તેની ખબર કાઢવા પોશીના દંત્રાલથી મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના ઉંડણી ગામે જઇ નીકળ્યા હતા ત્યારે રાત્રે દોઢેક વાગ્યાના સુમારે જાલીયા ગામ પાસે ટ્રક નં. જી.જે-9-વાય-8303ના ચાલકે ટ્રક બાઇકને ટક્કર મારતા ત્રણેય ફંગોળાયા હતા. જેમાં મગનભાઇ રામજીભાઇ ડાભી(ઉ.વ.45)ને ગંભીર ઈજા થતાં મોત નીપજ્યુ હતું.જ્યારે શૈલેષભાઇ અને શીવાભાઇને ઇજાઓ થતા સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો