ખેડૂત સંવાદ:પ્રિ-વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ -2021 અન્વયે હિંમતનગરમાં ખેડૂત સંવાદ

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોટીસંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા

પ્રિ-વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ -2021 અન્વયે હિંમતનગરમાં ખેડૂત સંવાદ યોજાયો હતો.ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ગુરૂવારે પ્રિ-વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ અંતર્ગત આણંદમાં કૃષિ સેમિનાર અને પ્રદર્શન યોજાયો હતો. કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી વર્ચ્યુઅલી જોડાઇને ખેડૂતોને માર્ગદર્શન આપ્યુ હતું.

જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ, રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત રાજ્યના અન્ય મંત્રીઓ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ વિષયક નવિન ટેકનોલોજીનો સાબરકાંઠાના ધરતીપુત્રોને વિગત મળી રહે તે માટે હિંમતનગરના સ્વામીનારાયણ મંદિરે ગુરૂવાર સવારના 10:00 કલાકે ખેડૂત સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં જીવંત પ્રસારણ નિહાળવાની વ્યવસ્થા કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...