તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

તંત્રની નફ્ફટાઇ:સાબરકાંઠા જિલ્લાની પ્રજાને ગુમરાહ કરતાં જૂઠ્ઠાણાંનો પર્દાફાશ

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાબરકાંઠા જિલ્લામાં કોરોનાથી કુલ 9 મોત થયા : સરકારનું સત્ય
  • 80 કોરોનાગ્રસ્ત દર્દીના અંતિમ સંસ્કાર થયા : અંતિમધામનું સત્ય

રાજ્ય સરકારના પ્રતિબંધોનું પાલન કરવા સાબરકાંઠા કલેક્ટર કચેરી દ્વારા અપાયેલ સૂચનાથી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા થઇ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓ નો મૃત્યુઆંક છૂપાવવાની સરાજાહેર ચેષ્ટા ટીકા પાત્ર બની રહી છે. 20-21 સપ્ટેમ્બરના 24 કલાક દરમિયાન 7 કોરોનાગ્રસ્ત દર્દીઓના સાગમટે મોત થતાં ભાસ્કરે નક્કી કર્યું કે કોરોનાકાળમાં કોરોનાગ્રસ્ત દર્દીઓનો મૃત્યુઆંક પ્રજા સમક્ષ આવવો જરૂરી છે. જેના અનુસંધાને હિંમતનગર સિવિલ, કોવિડ-19 મેડિસ્ટાર હોસ્પિટલ, નગરપાલિકા, જિલ્લા આરોગ્ય વિભાગ, સ્મશાન અને કબ્રસ્તાનના રેકોર્ડ તપાસવાનો પ્રયાસ કર્યો. પરંતુ તમામ જગ્યાએ વિગતો જાહેર કરવામાં નોકરીના સંકટની ધમકી અપાઈ રહી હોવાનું જાણવા મળ્યું પરંતુ કર્મ હંમેશા સારા પરિણામ અપાવે છે તે સિદ્ધાંતને અનુસરતા મૃતકોના આંકડા છૂપાવીને જનતાને ગુમરાહ કરવાની વૃત્તિ અને તંત્રના જૂઠ્ઠાણાને બે નકાબ કરવામાં મળેલ સફળતાને અંતે બિહામણું સત્ય બહાર આવ્યું.

મે મહિનામાં 02 મોત નોંધાયા બાદ જૂન મહિનામાં 05 મોત નોંધાયા ત્યાં સુધી મૃત્યુ ના આંકડા જાહેર થયા હતા. પરંતુ જુલાઈ માસ શરૂ થતાંની સાથે જ અચાનક મૃત્યુઆંક પર બ્રેક લાગી ગઈ અને મૃત્યુના આંકડા જાહેર કરવાના ધરાહર બંધ કરી દેવાયા આરોગ્ય વિભાગે અત્યાર સુધીમાં સાબરકાંઠા જિલ્લાના 9 કોરોના ગ્રસ્ત દર્દીના મોત નિપજયાનું જાહેર કર્યું છે. જ્યારે અનેક અંતરાયો છતાં વિવિધ સ્ત્રોત ના માધ્યમથી મળેલ મૃતકોની યાદી મુજબ જુલાઈ માસમાં 22, ઓગસ્ટમાં 24 અને સપ્ટેમ્બર માસના 23 દિવસમાં 27 કોરોનાગ્રસ્ત દર્દીઓ મળી સાડા ચાર મહિનામાં જિલ્લાના કુલ 80 દર્દીના સારવાર દરમિયાન મોત થયાની ચોંકાવનારી વિગતો પ્રાપ્ત થઈ છે.

ભાસ્કરે સ્મશાનના ચોપડા ફંફોસ્યા, કર્મીઓને માહિતી છૂપાવવા કાઢી મૂકવાની ધમકી છતાં બિહામણું સત્ય બહાર આવ્યું

મે (02 મોત)
તારીખઉંમરજાતિ
4-530પુરૂષ
19-548પુરૂષ
જૂન (05 મોત)
તારીખઉંમરજાતિ
7-628પુરૂષ
7-661પુરૂષ
16-670મહિલા
17-650પુરૂષ
23-655પુરૂષ
જુલાઇ (22 મોત)
તારીખઉંમરજાતિ
2-760પુરૂષ
7-770મહિલા
9-762પુરૂષ
9-757પુરૂષ
9-780પુરૂષ
14-752પુરૂષ
15-771મહિલા
15-779પુરૂષ
15-775પુરૂષ
16-775મહિલા
17-758પુરૂષ
17-776પુરૂષ
18-751પુરૂષ
19-750પુરૂષ
22-772પુરૂષ
23-780પુરૂષ
24-784પુરૂષ
24-765મહિલા
27-760પુરૂષ
27-747પુરૂષ
29-767પુરૂષ
31-745પુરૂષ
ઓગસ્ટ (24 મોત)
તારીખઉંમરજાતિ
1-880પુરૂષ
4-870મહિલા
5-845પુરૂષ
5-862પુરૂષ
7-865પુરૂષ
8-855પુરૂષ
11-858પુરૂષ
12-850પુરૂષ
14-870પુરૂષ
14-870પુરૂષ
14-885મહિલા
17-865મહિલા
18-865મહિલા
19-855પુરૂષ
19-875પુરૂષ
20-860મહિલા
21-858મહિલા
21-865મહિલા
26-850પુરૂષ
26-862પુરૂષ
29-875મહિલા
29-858પુરૂષ
30-851પુરૂષ
30-852પુરૂષ
સપ્ટેમ્બર (27 મોત)
તારીખઉંમરજાતિ
1-953પુરૂષ
2-976પુરૂષ
2-963પુરૂષ
4-950પુરૂષ
4-974પુરૂષ
6-965મહિલા
7-978મહિલા
7-978મહિલા
9-970પુરૂષ
9-945પુરૂષ
10-993પુરૂષ
12-975મહિલા
13-974પુરૂષ
16-966પુરૂષ
18-965પુરૂષ
18-948મહિલા
18-960મહિલા
19-930પુરૂષ
19-977પુરૂષ
20-961મહિલા
21-955પુરૂષ
21-972પુરૂષ
21-957મહિલા
21-965પુરૂષ
21-980મહિલા
21-930પુરૂષ
23-985પુરૂષ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો