તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ચાલુ માસમાં અમલી બનાવાયેલ ઓનલાઇન ડેવલપમેન્ટ પરમીશન સીસ્ટમ -2 માં ઇનગર પોર્ટલ ઉપર મંજૂરી માટે કરાતી અરજીમાં રજૂ થયેલ દસ્તાવેજી પુરાવાઓ માટે તમામ જવાબદારી એન્જિનીયરો પર ફીક્સ કરી ફોજદારી ગુનો નોંધવા સુધીની જોગવાઇ કરાતા હિંમતનગરના આર્કીટેક્ટ અને એન્જીનીયરીંગ એસોસીએશન દ્વારા વિરોધ કરી આ જોગવાઇઓ રદ નહી થાય ત્યાં સુધી ઇનગર પોર્ટલ પર પરવાનગી અરજી રજૂ કરવાનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.
અત્યાર સુધી એવુ ચાલતુ આવ્યુ છે કે વિકાસ પરવાનગી માટે રજૂ થતા નક્શા અલગ હોય છે અને જ્યારે જગ્યાનો વિકાસ થતા બાંધકામ અલગ જોવા મળે છે જેનુ નિરાકરણ કાઢવા શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં નવો પરિપત્ર અમલી બનાવ્યો છે. જેમાં રજૂ થયેલ નકશા મુજબનું બાંધકામ થાય તેવી સંપૂર્ણ જવાબદારી એન્જિનીયરો પર લાદવામાં આવી છે જેને ફર્સ્ટ પર્સન ગણવામાં આવ્યા છે અને ખોટુ થવાના કિસ્સામાં ફોજદારી ગુનો નોંધવાની જોગવાઇ કરાઇ છે.
એન્જીનીયરોના મતે તેમની જવાબદારી કોમન જીડીસીઆરમાં આયોજનને લાગુ પડતા નિયમોને અનુસરી નકશો તૈયાર કરવાની હોય છે. નકશા મુજબનુ બાંધકામ કરવાની જવાબદારી જે તે અરજદારની હોવી જોઇએ. એન્જીનિયરોની જવાબદારી ફીક્સ કરવી ગેરવ્યાજવી હોવાથી આ જોગવાઇઓ રદ નહી થાય ત્યાં સુધી વિકાસ નક્શા રજૂ કરવાનો બહિષ્કારની ચીમકી સાથે નાયબ કલેક્ટરને આવેદન આપ્યું હતું.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.