તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:વીરપુરમાં મફત પ્લોટોની ફાળવણીમાં ભ્રષ્ટાચાર કરાયાના પુરાવા રજૂ કરાયાં

હિંમતનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
તા.પં. પ્રમુખને ગેરરીતીના પુરાવા રજૂઆત કરતા સદસ્યો - Divya Bhaskar
તા.પં. પ્રમુખને ગેરરીતીના પુરાવા રજૂઆત કરતા સદસ્યો
  • હિંમતનગર તા.પં.ની સામાન્ય સભામાં ભાજપના સભ્યે વીરપુર સરપંચે ગરીબોના પ્લોટ પૈસાદારોને ફાળવી ભ્રષ્ટાચારના કર્યાના આક્ષેપ કર્યા હતા

હિંમતનગર તા.પં.ની તાજેતરમાં યોજાયેલી સામાન્ય સભામાં વીરપુર પંચાયતે મફત પ્લોટ ફાળવણી માં ભ્રષ્ટાચાર અને ગેરરીતી થયાના તા.પં. ભાજપના સદસ્યે આક્ષેપો કર્યા હતા અને તે આક્ષેપો અંગેના કેટલાક પૂરાવા સાથે તા.પં. પ્રમુખને મળી રૂઆત કરી ગેરરીતીથી ફાળવાયેલ પ્લોટોના હુકમ રદ કરી ફાળવણી માં ગેરરિતી આચરનાર સરપંચ તલાટી અને સર્કલ ઓફિસર સામે શિક્ષાત્મક પગલા લેવા માંગ કરી છે.

હિંમતનગર તા.પં.ની અઠવાડિયા અગાઉ મળેલ સામાન્ય સભામાં સવગઢ-2 તા.પં. ભાજપના સદસ્ય રવિન્દ્રસિંહ ચાવડાએ વીરપુરના સરપંચ ફારૂકભાઇ ખણુંસીયા દ્વારા 26 મફત પ્લોટ ફાળવણી માં તલાટી અને સર્કલ ઇન્સ્પેકટરની મિલીભગતથી ગેરરીતી આચરાઇ હોઇ આ ફાળવણી રદ કરવાનો પ્રશ્ન રજુ કરી પુરાવા આપવા ખાતરી આપતાં સોમવારે તા. પં. સદસ્ય રવિન્દ્રસિંહ ચાવડા ( સવગઢ-૨) જીતેન્દ્રસિંહ ઝાલા( વક્તાપુર) અને હાંસલપુર સરપંચ બ્રિજેશભાઇ પટેલ દ્વારા તા.પં. પ્રમુખ વિનોદભાઇ પટેલને આધાર પુરાવા સાથે લેખિતમાં રજૂઆત કરી પુરાવાઓ રજૂ કરતાં જણાવ્યું કે, વીરપુરમાં 26 પ્લોટ ગૌચરમાં પાડવામાં આવ્યા છે તેના પુરાવા માટે 7-12નો ઉતારો સામેલ છે.

જેના આધારે ડીડીઓએ ટીડીઓને સનદ રોકી રાખવા મૌખિક સૂચના આપી હતી. 26પૈકી 6 લાભાર્થી અનુસુચિત જાતિના છે. જેમના નામ લાભાર્થી યાદીમાં નથી. 3 લાભાર્થીના નામે પાકા મકાન અને જમીન છે તેના ફોટા પુરાવા તરીકે રજૂ કર્યા હતા અને જમીન ધરાવતા અરજદારોના 7-12 ના ઉતારાની નકલ રજૂ કરી હતી. તલાટી અને સર્કલ ઇન્સપેક્ટરે ખોટી માહિતી કાગળ ઉપર વેરીફાઇ કરી લેન્ડ કમિટીને અંધારામાં રાખ્યા હોવાના પુરાવાઓ ધ્યાને લઇ મફત 26 પ્લોટોની ફાળવણી રદ કરવા તેઓએ માંગણી કરી હતી.

પુરાવાના આધારે તપાસ કરાવીશું :પ્રમુખ
વીરપુરમાં મફત પ્લોટની ફાળવણી માં ગેરરીતી થયાના પુરાવા અને રજૂઆત તા.પં.ના સદસ્યોએ કરી છે. જે પુરાવા આધારે તપાસ કરાવીશું, તેમજ જે તે સમયે વીરપુરના અરજદાર ખણુંસીયા જાહીદભાઇ ઇસ્માઇલભાઇએ તકેદારી આયોગ ગાંધીનગરમાં ગૌચરમાં પ્લોટ ફાળવ્યા હોવાની ફરિયાદ કરી છે.જેની તપાસ ચાલુ છે.મફત પ્લોટ ફાળવણી માં ગેરરીતી થયાના આક્ષેપોમાં પુરાવાના આધારે તથ્ય જણાશે તો પ્લોટોની ફાળવણી રદ કરવાની કાર્યવાહી હાથ ધરાશે. - વિનોદભાઇ પટેલ, પમુખ તાલુકા પંચાયત, હિંમતનગર

​​​​​​​ગેરરીતીના પુરાવા રજૂ કર્યા છે.સદસ્ય
વીરપુર સરપંચ તલાટી અને સર્કલ ઇન્સ્પેકટરની મિલીભગતથી ગરીબોના મફત પ્લોટ નીતી નિયમોને નેવે મૂકી ફાળવણી કરાયા છે. ગૌચરમાં 26 પ્લોટ ભ્રષ્ટાચાર આચરી ફાળવાયા છે. જેની ન્યાયિક તપાસ થાય તે માટે અમોએ તાલુકા પંચાયતના પ્રમુખને પુરતા પુરાવા આપ્યા છે અને રજૂઆત કરી છે કે જે લોકોએ ગેરરીતી આચરી છે. તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી થાય અને પ્લોટોની ફાળવણી રદ કરી જરૂરિયાતમંદ ગરીબ લોકોને મફત પ્લોટ ફાળવવા માંગ કરી છે. -રવિન્દ્રસિંહ ચાવડા, સદસ્ય ભાજપ, તા.પં

અન્ય સમાચારો પણ છે...