તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:હિંમતનગર - ઉદેપુર બ્રોડગેજ રેલ્વે ટ્રેકના ઇલેક્ટ્રીફિકેશનને મંજૂરી મળી

હિંમતનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
 • 210 કરોડનો ખર્ચ મંજૂર કરી કોન્ટ્રાક્ટ અપાયો, આગામી દોઢ થી બે વર્ષમાં અમદાવાદ-દિલ્લી રૂટ પર ઇલેક્ટ્રીક ટ્રેન દોડવાની સંભાવના

અમદાવાદ હિંમતનગર ઉદેપુર રેલ્વેટ્રેકની ગેજપરિવર્તન કામગીરી ચાલી રહી છે. ત્યારે રેલ્વે બોર્ડ દ્વારા હિંમતનગર ઉદેપુર રેલ્વેટ્રેક પર ઇલેક્ટ્રીક ટ્રેન ચલાવવા માટેની સવલત ઉભી કરવા અંદાજે રૂ. 210 કરોડની સંભવિત મંજૂરી સાથે કોન્ટ્રાક્ટ પણ આપી દીધો છે જેને પગલે આગામી દોઢ - બે વર્ષમાં અમદાવાદ દિલ્લી રૂટ પર ઇલેક્ટ્રીક ટ્રેન દોડવાની આશાઓ ઉજળી બની છે. હિંમતનગર અમદાવાદ રેલ્વેટ્રેકનુ બ્રોડગેજમાં રૂપાંતર થઇ ગયુ છે અને ટ્રેન પણ દોડવા માંડી છે.

પરંતુ ઇલેક્ટ્રીક ટ્રેન માટેનુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી હિંમતનગરથી રાયગઢ અને રાયગઢથી ડુંગરપુર બ્રોડગેજ ટ્રેક લગભગ તૈયાર થઇ ગયો છે અને તાજેતરમાં સીઆરએસ પણ થયો છે. અમદાવાદ થી ઉદેપુર રેલ્વેટ્રેકનું બ્રોડગેજ પરિવર્તન કરવા પાછળ અમદાવાદ દિલ્લી રેલ્વે સુવિધા પ્રાપ્ત કરાવવાનો ઉદ્દેશ છે પરંતુ ઉદેપુર સુધી ઇલેક્ટ્રીફીકેશન ન થાય ત્યાં સુધી આ સ્વપ્ન ધૂંધળુ બની રહે તેમ જણાય છે.રેલ્વેટ્રેકના ઇલેક્ટ્રીફીકેશન માટે સાબરકાંઠા સાંસદ દિપસિંહ રાઠોડ દ્વારા સતત રજૂઆતો થઇ રહી હતી.

​​​​​​​રેલ્વે બોર્ડ દ્વારા ગુરગાંવની રાઇટસ લિમીટેડ કંપની હિંમતનગર ઉદેપુર રેલ્વેટ્રેકના ઇલેક્ટ્રીફીકેશન માટે અંદાજે રૂ. 210 કરોડથી વધુનો કોન્ટ્રાક્ટ અપાયો છે. રાઇટસ લિમીટેડના અનિમેષ લોડિયાએ જણાવ્યું કે હાલમાં આ બાબત અન્ડર પ્રોસેસ છે અને ડિટેઇલ્ડ એસ્ટીમેટ બની રહ્યો છે રેલ્વે બોર્ડના એપ્રુવલ બાદ તરત કામ શરૂ થઇ જશે. હિંમતનગર ઉદેપુર ેટ્રેકના ઇલેક્ટ્રીફીકેશન માટે કામગીરી હાથ ધરાતાં દોઢ બે વર્ષમાં જિલ્લાજનોને ફાસ્ટ સર્વિસ મળવાની આશાઓ ઉજળી બની છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો