ગ્રામ પંચાયતો ચૂંટણી:અરવલ્લીની 231 અને સાબરકાંઠાની 366 ગ્રામ પંચાયતોની 19 મી ડિસેમ્બરે ચૂંટણી

હિંમતનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેલેટ પેપરથી ચૂંટણી યોજાશે, 21 ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરાશે

રાજ્યમાં કોરોના નબળો પડ્યા બાદ સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટણી પ્રક્રિયા શરૂ થયા બાદ સોમવારે પંચાયતોમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરતાં સાબરકાંઠા જિલ્લામાં મોટી પંચાયતોના વિભાજન બાદ નવી અસ્તિત્વમાં આવેલ પંચાયતો સહિત 366 પંચાયતોમાં 19 ડિસેમ્બર માસમાં ચૂંટણી યોજાશે. ચૂંટણી વિભાગના જણાવ્યાનુસાર પંચાયતોની સંખ્યામાં વધઘટ થઇ શકે છે અને 29 ડિસેમ્બરે ચોક્કસ સંખ્યા જાહેર થશે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા અરવલ્લી જિલ્લાની 231 ગ્રામ પંચાયતોની સામાન્ય અને વિભાજન તેમજ મધ્યસત્ર પેટા ચૂંટણીઓ જાહેર કરાઇ છે. 1750 વોર્ડની ચૂંટણી યોજાવાની હોવાથી ચૂંટણી વિભાગ દ્વારા તૈયારી શરૂ કરાઇ હતી.

ચૂંટણી વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર આ વખતે બેલેટ પેપરથી મતદાન યોજાનાર છે. અરવલ્લી જિલ્લાની 196 પંચાયતોમાં સામાન્ય અને 1 પંચાયતમાં મધ્યસત્ર અને 34 પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે. જિલ્લાની કુલ 231 પંચાયતોમાં યોજાનાર ચૂંટણીમાં 1750 વોર્ડની પણ ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણી જાહેર કરાઇ છે. જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલ માટે ગામ પંચાયત ચૂંટણી હેઠળના વિસ્તારમાં અમલ શરૂ કરવા રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયું છે.

પં.ની ચૂંટણીનો કાર્યક્રમ

  • 29 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી ફોર્મ ભરાશે
  • 06 ડિસેમ્બરે ફોર્મ ચકાસણી
  • 07 ડિસેમ્બર ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ
  • 19 ડિસેમ્બરે મતદાન યોજાશે
  • 21 ડિસેમ્બરે મતગણતરી
અન્ય સમાચારો પણ છે...