કોરોના ઇફેક્ટ:21 મી થી આઈટીઆઈમાં શરૂ થનાર શૈક્ષણિક પ્રવૃત્તિ સ્થગિત કરાઇ

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વધી રહેલા કોરોના સંક્રમણને લઇ નિયામક દ્વારા આદેશ કરાયો

નિયામક દ્વારા 21 સપ્ટેમ્બરથી આઇટીઆઇમાં સિનિયર તાલીમાર્થીઓની શૈક્ષણિક પ્રવૃત્તિ શરૂ કરવા 9મી સપ્ટેમ્બરે આદેશ કરાયા બાદ વધી રહેલા સંક્રમણને લઈ નવી સૂચના ન મળે ત્યાં સુધી તાલીમાર્થીઓને ઘેર જ રહેવા તા.17-09-20 ના રોજ નવો પરિપત્ર કરી સૂચના અપાઈ છે. ડેપ્યુટી ડાયરેક્ટર દ્વારા માર્ગદર્શિકા જારી કરી 21 સપ્ટેમ્બરથી આઈટીઆઈ તાલીમ સંસ્થાઓમાં શૈક્ષણિક પ્રવૃત્તિ ચાલુ કરવા આદેશ કરાયો હતો.

પરંતુ હાલની કોરોનાની વણસી રહેલી પરિસ્થિતિને કારણે અગાઉનો રદ કરી બીજી સૂચના ન મળે ત્યાં સુધી તાલીમાર્થીઓએ ઘરે રહી થિયરીનો અભ્યાસ કરી ઓનલાઇન પરીક્ષાની તૈયારી કરવા રોજગાર અને તાલીમ નિયામકે સૂચના આપી છે.હાલમાં પ્રવેશનો બીજો રાઉન્ડ તા.25-9-20 સુધી ચાલુ છે. જેમાં પ્રવેશથી વંચિત રહેલા ઉમેદવારો ફોર્મ ભરી શકશે અને ખાલી બેઠકોનો લાભ પણ લઈ શકશે. જેમની તાલીમ જુલાઈ-20 માં પૂર્ણ થવાની હતી અને ફાઈનલ પરીક્ષા લેવાની હતી તેવા તાલીમાર્થીઓનો બાકી સિલેબસ પૂરો કરવા 200 થી 250 કલાકની જરૂરિયાત છે.

અન્ય સમાચારો પણ છે...