તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરનામાનો ભંગ:ઇડરના આરોગ્યકર્મીઓએ વોટરપાર્કમાં ફેરવેલ પાર્ટીમાં ભેગા થઇ ડિસ્ટન્સિંગના લીરેલીરાં ઉડાડ્યા

હિંમતનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 35 થી વધુ ભેગા થયા, વિડીયો વાયરલ થતાં ખળભળાટ

ઇડર તાલુકા આરોગ્ય અધિકારીએ ખાનગી વોટરપાર્કમાં પ્રમોશનની ફેરવેલ પાર્ટી આપી કોરોના ગાઈડલાઈનના લીરેલીરા ઉડાવ્યા હોવાનો વિડીયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો હતો. જોકે, તાલુકા હેલ્થ અધિકારીના જણાવ્યાનુસાર પીએચસીના કર્મચારીઓની મિટિંગ બોલાવાઈ હતી જેને ફેરવેલ પાર્ટી માં ખપાવી દેવાઇ હતી.

ગત સપ્તાહમાં ઇડર તાલુકાના ખાનગી વોટરપાર્કમાં 35 થી વધુ આરોગ્યકર્મીઓ એકઠા થયા હતા અને જમવા સાથે નો કાર્યક્રમ થયો હતો જેનો વિડીયો એક પીએચસીના મેડિકલ ઓફિસર દ્વારા જ પોસ્ટ કરાતાં તાલુકા આરોગ્ય અધિકારીએ પ્રમોશનની ફેરવેલ પાર્ટી આપી હોવાની ચર્ચાએ જોર પકડયું હતું અને કલેક્ટરના જાહેરનામાનો તથા કોરોના ગાઇડ લાઇનનો આરોગ્ય કર્મીઓએ જ ભંગ કર્યાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું.

સમગ્ર વિવાદ મામલે ઇડર તાલુકા આરોગ્ય અધિકારી ડો. ચારણે જણાવ્યું કે કોરોના કામગીરી અંતર્ગત ગત સપ્તાહમાં પીએચસીના કર્મચારીઓની મિટિંગનું આયોજન કરાયું હતું. પ્રમોશનની ફેરવેલ પાર્ટી જેવું કંઈ ન હતું જેમાં હાજર કર્મચારીઓએ શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...