ગરબાના આયોજન:સા.કા. જિલ્લામાં જાહેર રસ્તા પર માંડવી ન કરવી,ખેલૈયાઓને રસીના બંને ડોઝ જરૂરી

હિંમતનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 18 થી 44 વયજૂથમાં 23 ટકાને બે ડોઝ લીધા, માંડવીઓ મોટા ભાગે જાહેરમાર્ગો પર જ થાય છે
  • શરતોને આધિન ચાલુ વર્ષે ગરબાના આયોજન માટે મળેલ 23 અરજીઓને મંજૂરી આપી સાતથી આઠ અરજી પ્રોસેસમાં : હિંમતનગર પ્રાંત અધિકારી

રાજ્ય સરકારે 400 વ્યક્તિ માટે ગરબાની છૂટ આપ્યા બાદ ખલૈયાઓએ રસીના બંને ડોઝ લીધા હોવાની અને ગરબાનું જાહેર સ્થળ - માર્ગો પર આયોજન ન કરવાની બે શરતો અમલી બનાવતા હાલના સીનારીયોમાં વિરોધાભાસ સર્જાયો છે. માંડવીઓ મોટાભાગે જાહેર માર્ગો-સ્થળ પર જ થતી હોય છે અને નવરાત્રીમાં ભાગ લેતા 18 થી 44 વર્ષની વયજૂથના માત્ર 23 ટકા લોકો એ જ રસીના બે ડોઝ લીધા છે. બંને શરતોનો અમલ કેવો થાય છે તે જોવુ પણ રસપ્રદ બની રહેશે.

ચાલુ વર્ષે નવરાત્રીમાં શરતોને આધીન ગરબાના આયોજનોને મંજૂરી આપી છે. હિંમતનગર પ્રાંત અધિકારી નીધી શિવાચના જણાવ્યાનુસાર ચાલુ વર્ષે ગરબાના આયોજન માટે મળેલ 23 અરજીઓને મંજૂરી અપાઇ છે અને સાતથી આઠ અરજી પ્રોસેસમાં છે. વર્ષ-2019માં 36 અરજીઓને મંજૂરી અપાઇ હતી. મતલબ, પાર્ટી પ્લોટોની મંજૂરી બાદ કરી દેવાય તો શહેરમાં તમામ સ્થળો ગરબાનુ આયોજન થઇ રહ્યું છે.પરંતુ સરકારે તેમાં બે શરતો જોડી દીધી છે. ખેલૈયાઓએ રસીના બંને ડોઝ લીધા હોવા જોઇએ અને ગરબાનું જાહેર સ્થળો કે જાહેર માર્ગો પર આયોજન નહીં કરી શકાય.

દાયકાઓથી શહેરની મોટાભાગની તમામ માંડવી જાહેરમાર્ગો સ્થળો પર થાય છે. બીજો વિરોધાભાસએ છે કે 18 થી 44 વર્ષના યુવાનો મોટાભાગે ગરબા રમતા હોય છે. જિલ્લામાં કુલ લક્ષ્યાંકના 45 ટકા અને 18 થી 44 વયજૂથમાં માત્ર 23 ટકા જેટલા લોકોને જ વેક્સિનના બંને ડોઝ મળી શક્યા છે સરકાર વેક્સિનનો જથ્થો આપી શકી નથી અને 18 થી 44 વયજૂથમાં વેક્સિનેશન મોડુ શરૂ થયું હતું.

જેમાં બે ડોઝ ન લઇ શકનારનો કોઇ વાંક નથી. જિલ્લા કલેક્ટર હિતેશ કોયાએ જણાવ્યુ કે ગાઇડલાઇન મુજબ આયોજકોએ અમલ કરવાનો રહેશે અને શરતોને અમલ કરાવવાની જવાબદારી સંલગ્ન એજન્સીની રહેશે. જિલ્લાજનોની સુરક્ષા પહેલી પ્રાયોરીટી છે.

અન્ય સમાચારો પણ છે...