તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇ-લોકાર્પણ:હિંમતનગરમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાયબર ક્રાઇમ ડિટેક્શન માટે 15 નો સ્ટાફ ફાળવાયો

વર્તમાન યુગમાં ડીઝીટલ પેમેન્ટનું ચલણ વધ્યું હોવાથી સાયબર ક્રાઇમ પણ વધી રહ્યો છે અને નાણાંકીય છેતરપિંડીના બનાવ વધી રહ્યા છે. તેની પર અંકૂશ લાદવા 18 જૂનના રોજ હિંમતનગરમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનુ ઇ-લોકાર્પણ કરાયું છે અને સાયબર ક્રાઇમ ડિટેક્શન માટે 15 નો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે.

ડીઝીટલ બેન્કીંગ શરૂ થતાં સાયબર ચાંચીયા પણ સક્રિય બન્યા છે ટેકનોલોજીનો સહારો લઇ હેકીંગ, નાણાંકીય છેતરપિંડી, રેન્સમવેર, ટેલીફીશીંગ, સેક્સટોર્શન, સાયબર બુલીંગની ગેરકાયદે પ્રવૃત્તિ ચરમે પહોંચી રહી છે. સાયબર ક્રાઇમમાં વધારો થતાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા નવા દસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો અને 18 જૂન શુક્રવારે સાબરકાંઠાના હિંમતનગર ખાતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનુ ઇ-લોકાર્પણ કરાયુ હતું.

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પી.આઇ. યોગેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યુ કે એક પીઆઇ, એક પીએસઆઇ, એક રેડીયો ઓપરેટર મળી કુલ 15 પોલીસકર્મીનો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. સા.કાં. એસ.પી. નીરજ બડગુજરના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમની અલાયદી કામગીરી શરૂ થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...