તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હિંમતનગરના દોલગઢની વાંઘાવાળી જમીન પર જામળાથી હાંસલપુર મંજૂર થયેલ માર્ગના વર્ક ઓર્ડરથી વિપરીત નવીન રસ્તો બનાવી હિંમતનગર ઇડર સ્ટેટ હાઇવે સાથે જોડતાં રોષ પેદા થયો છે અને વાંઘામાં બનાવેલ ડીપની ઊંચાઇને કારણે ખેડૂતોને દક્ષિણથી ઉત્તરમાં અવર જવર કરવામાં પણ સમસ્યા પેદા થઇ છે. કારકૂનની ભૂલને કારણે વાંઘાનો ખરાબો ગામ દફતરે બતાવાયો ન હોવાથી રેકર્ડ દૂરસ્તી કરાવવા પણ કલેક્ટરને રજૂઆત કરાઇ છે.
દોલગઢ સેજામાં આવેલ હિંમતનગર ઇડર સ્ટેટ હાઇવેને જોડતા જામળા - હાંસલપુર માર્ગ મંજૂર વર્ક ઓર્ડરથી વિપરીત બનાવ્યો હોવા અંગે ડાહ્યાભાઇ સાંકાભાઇ પટેલે કલેક્ટરને રજૂઆત કરી માપણી કરાવવા માંગ કરી છે. તેમણે જણાવ્યું કે જૂના સર્વે નં-376 માં આવતા જૂના વાંઘામાં જરૂરિયાત કરતા ઊંચો પૂર્વ- પશ્ચિમ ડીપ બનાવ્યો છે જેના કારણે ખેડૂતોને ઉત્તર તરફ જવાનુ બંધ થઇ ગયુ છે.
અગાઉ વાંઘામાં થઇને ખેતરમાં જવાતું હતુ તેમણે ઉમેર્યું કે વાંઘાનો 8 ગૂંઠાનો ખરાબો અને 4 ગૂંઠાનો મારગનો ખરાબો કારકૂનની ભૂલને કારણે રેકોર્ડમાં જણાતો ન હોઇ તા. 21-09-19 ના પરિપત્ર મુજબ રેકર્ડ દૂરસ્તી કરી માપણી કરાવવાની જવાબદારી તંત્રની બને છે ડીઆઇએલઆર દ્વારા વાંઘાને બદલે નાળીયાનો ઉલ્લેખ કરી આખો વિવાદ ઉભો કરાયો છે. વર્ક ઓર્ડરથી વિરુદ્ધ જગ્યાએ રોડ બનાવી પૂર્વ પશ્ચિમ ઊંચો ડીપ બનાવાતા ખેડૂતોને અવર જવર કરવામાં મોટી સમસ્યા ઉભી થઇ છે. સમસ્યાનું નિવારણ લાવવા માંગ કરાઇ છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.