નુકસાન:ઇલોલ ગામે ગુહાઈ યોજનાની કેનાલના લીકેજ થતાં ખેતરોમાં પાણી ભરાતાં ખેડૂતો ખેતરમાં જઇ શકતા નથી, ખેડૂતોમાં નુકસાનની ભિતી

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગરના ઇલોલના ખેડૂત જાફરઅલી વાઘ સહિતના ખેડૂતોના ખેતરોમાં ગુહાઈ યોજનાની કેનાલ લીક થવાથી ખેતરોમાં પાણી ભરાય છે.છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ રીતે તેમના ખેતરોમાં પાણી ભરાવાથી તેઓ પોતાના ખેતરમાં ખેતી કરવા જઈ શકતા નથી. સિંચાઈ યોજનાના અધિકારીઓ સહિત ઇલોલ ગામની પિયત સહકારી મંડળીને કેનાલનું લીકેજ બંધ કરવા લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં રિપેરીંગ કરાતું નથી. ખેડૂતોની ત્રણ ચાર વર્ષ જૂની આ સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...