તપાસ:હિંમતનગરમાં મહિલાનો ત્રાસથી દવા પી આપઘાત

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાસરિયા દહેજ માંગી ત્રાસ આપતાની ફરિયાદ

તલોદના વક્તાપુરની મહિલાએ હિંમતનગરમાં કોર્ટ મેરેજ કર્યા બાદ સાસરિયાં દહેજ માંગી ત્રાસ ગુજારતા રવિવારે દવા પીને જીવન ટુંકાવી લેતા હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ચાર જણા વિરુધ્ધ ફરિયાદ નોંધાઇ હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તલોદના વક્તાપુર ગામની મહિલાએ સ્પીનીંગમીલ હાંસલપુર ગામની સીમમાં રહેતા અને મૂળ માણસાના અનોડીયા ગામના હરેશભાઇ ગણપતભાઇ પરમાર સાથે કોર્ટ મેરેજ કર્યા બાદ સ્પીનીંગમીલની ઓરડીમાં પતિ, સસરા ભવાનભાઇ, સાસુ શારદાબેન અને જેઠ ભરતભાઇ પરમાર સાથે રહેતી હતી.દહેજની માંગી મારઝૂડ કરી ત્રાસ ગુજારતા મહિલાએ રવિવારે દવા પી ને જીવન ટૂંકાવી લેતાં રૂરલ પોલીસ સ્ટેશનમાં 4 સામે ફરિયાદ નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...