તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાકાલી:હિંમતનગર RTO માં ટ્રેક પર કેમેરા વર્કમાં ખામીથી ડ્રાઇવિંગ ટેસ્ટ મોકૂફ

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેકનિકલ ખામી દૂર થતાં ટેસ્ટ શરૂ કરાશે, આરટીઓ અધિકારી

હિંમતનગર આરટીઓ કચેરીના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર લગાવેલ કેમેરા વર્કમાં ટેકનિકલ ખામી સર્જાતાં ડ્રાઇવિંગ ટેસ્ટ ની કામગીરી સોમવારથી મોકૂફ કરાઇ છે અને ટેકનિકલ ટીમ આવ્યા બાદ ખામી દૂર થતાં ઓનલાઇન એપોઇન્ટમેન્ટ રીશીડયુલ કરાશે.હિંમતનગર આરટીઓમાં તા.08-02-21ના રોજ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર ખામી આવી હતી. ટેસ્ટ ટ્રેક પર ના કેમેરા વર્કમાં ખામી સર્જાતાં કચેરી સ્ટાફ દ્વારા મથામણ કરાઈ હતી પરંતુ ખામી દૂર થઇ શકી ન હતી.

આરટીઓ અધિકારી રોહિતભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે કેમેરા વર્કમાં ટેકનિકલ એરર આવી રહી છે આ એરર સોફ્ટવેરને લગતી છે કે હાર્ડવેર ને લગતી છે તે નક્કી થઈ શક્યું નથી. ટેકનિકલ ટીમ બોલાવાઈ છે અને તા. 8 ફેબ્રુઆરી થી ઓનલાઇન એપોઇન્ટમેન્ટ મેળવનારના ડ્રાયવિંગ લાઇસન્સ ટેસ્ટ મોકૂફ કરાયા છે અને ખામી દૂર થયા બાદ ઓનલાઇન એપોઇન્ટમેન્ટ રિશિડ્યુલ કરાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો