તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:હિંમતનગર-વિજાપુર હાઇવે પર સતનગર પાસે ડમ્પરની ટક્કરે કારચાલકનું મોત થયું

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કારનો કૂરચો બોલાઇ ગયો હતો. - Divya Bhaskar
કારનો કૂરચો બોલાઇ ગયો હતો.
  • મૃતક અમદાવાદથી કાર લઇ લાંબડીયા પત્નીને મળવા જઇ રહ્યો હતો

હિંમતનગર વિજાપુર હાઇવે ઉપર સતનગર પાસે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં અમદાવાદ રહેતા અને ઓટો કન્સલ્ટનું કામ કરતા 25 વર્ષીય યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું. યુવાન અમદાવાદથી કાર લઈને ખેડબ્રહ્માના લાંબડીયા ખાતે પત્નીને મળવા જઈ રહ્યો હતો. ત્યારે આઇવા ડમ્પરના પાછળના ભાગે કાર અથડાતાં કારનો કુરચો બોલી ગયો હતો અને ઘાયલ યુવાનને સારવાર માટે હિંમતનગર સિવિલમાં ખસેડાતાં સારવાર દરમિયાન મોત નિપજયું હતું.

અમદાવાદ સાબરમતીમાં આવેલ કોટલ્ય ફ્લેટ ખાતે રહેતા અને ઉસ્માનપુરા ચાર રસ્તા ખાતે ભદ્રકાલી ઓટો કન્સલ્ટ ખાતે કાકાની સાથે ગાડીઓની લે-વેચનું કામ કરતા 25 વર્ષીય યુવાન હિમાલય વ્યાસ તા. 14/6/21 ના રોજ સાંજે સાત વાગ્યે અમદાવાદથી સીફ્ટ કાર નં. G j/ 1/RC/7679 લઈને લાંબડીયામાં સાસરીમાં પત્નીને મળવા જઈ રહ્યા હતા. ત્યારે હિંમતનગર વિજાપુર હાઇવે ઉપર રાત્રે 9:30 વાગ્યાના સુમારે સતનગર પાસે આગળ જઈ રહેલ આઇવા ટ્રક નં. Gj/31/ T/2887ની ઓવર ટેક કરવા જતાં ટ્રક ચાલકે એકા એક બ્રેક મારતા કાર ટ્રક પાછળ અથડાતા કારના કુરચા બોલી ગયા હતા અને હિમાલયને માથા અને શરીરના અન્ય ભાગો ઉપર ઇજાઓ થતાં તેને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. હિમાલયના સાડા ત્રણ વર્ષ અગાઉ લાંબડીયા ખાતે લગ્ન થયા હતા હિમાલય વ્યાસના કાકા પ્રકાશકુમાર ચંપકલાલ વ્યાસે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...