હિંમતનગર તાલુકાના ખેડાવાડા તળાવ નજીક વળાંકમાં ગત શનિવારે સાંજે સાડા સાતેક વાગ્યાના સુમારે કડોલીથી પરત આવી રહેલ 51 વર્ષીય બાઇક ચાલક ખાડામાં પડી જતા ગંભીર ઇજાઓને પગલે મોત નિપજ્યુ હતું. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તા.16-04/2022 ના રોજ સાંજે સાડા છએક વાગ્યાના સમયગાળા દરમિયાન વસંતકુમાર નરસિંહભાઇ પટેલ ઉ.વ.51 (રહે. લક્ષ્મીપુરા (ખેડાવાડા) તા. હિંમતનગર) કડોલી ગામે દુકાનનો સામાન લેવા માટે બાઇક નં.જી.જે-9-એ.બી-230 લઇને ગયા હતા
અને સાડા સાતેક વાગ્યાના સુમારે પરત આવતા હતા ત્યારે લક્ષ્મીપુરા ગામે શાળા પાસે તળાવ નજીક વળાંકમાં ખાડામાં ઉતરી પડતા માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી. ગ્રામજનોને આ ઘટના બાબતે જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વસંતભાઇને બહાર કાઢી સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમનું મોત નિપજ્યુ હોવાનું જણાવતા પીએમ વગેરે કરાવી તેમના ભાઇ દિનેશભાઇ પટેલે ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એડી. નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.