તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ગાંભોઇ-રાજેન્દ્રનગર હાઇવે પુલ ઉપર લક્ઝરી ટ્રક પાછળ ઘૂસતાં ચાલકનું મોત

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાયર ટીમે કેબીન તોડી ડ્રાયવરને બહાર કાઢ્યો હતો. - Divya Bhaskar
ફાયર ટીમે કેબીન તોડી ડ્રાયવરને બહાર કાઢ્યો હતો.
  • 15 થી વધુ ઘાયલ, કેબિન કાપી લક્ઝરી ચાલકને બહાર કાઢ્યો

હિંમતનગરના ગાંભોઇ-રાજેન્દ્રનગર વચ્ચે હાઇવેના પુલ ઉપર લક્ઝરી ટ્રકમાં ઘૂસતાં લક્ઝરી ચાલકનું મોત થયું હતું. જ્યારે 15 થી વધુ વ્યકિતઓ ઘાયલ થતાં સારવાર માટે ખસેડાયા હતા. જેમાં કેબિનમાં બેસેલ અજાણ્યો શખ્સ ગંભીર થયો હતો. કેબિનમાં ફસાયેલ ચાલકને હિંમતનગર ફાયરબિગ્રેડ બહાર કાઢી સારવાર માટે ખસેડ્યો હતાો. પરંતુ સારવારમાં મોત થયું હતું.

મંગળવારે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યાની આસપાસ રાજધાની આર.ટી.સી. ગણેશ ટ્રાવેલ્સની ભીલવાડાથી અમદાવાદ જતી લક્ઝરી આરજે-06-પીબી-2225ને ગાંભોઇ રાજેન્દ્રનગર હાઇવેના પુલ ઉપર ટ્રકમાં ઘૂસતાં લક્ઝરીના કેબિનનો ભાગ ટ્રકમાં ફસાઇ ગયો હતો.

અકસ્માત અંગેની જાણ હિંમતનગર ફાયર ઓફિસર પ્રતાપસિંહ દેવડાને થતાં ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી કેબિન કાપી ચાલક ખેમરાજ ગંગારામ ડાંગી (રહે. બલીચા,ઉદેપુર રાજસ્થાન) ને બહાર કાઢી સારવાર માટે ખસેડ્યો હતો જ્યાં સારવારમાં મોત નિપજયું હતું. જ્યારે કમળાબેન, સઉબેન અને લક્ષ્મણભાઇ ધોબી સહિત 15 થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા. આ અંગે ગાંભોઇ પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...