અકસ્માત:તલોદમાં બાઇક ડીવાઇડરની સાથે અથડાતાં ચાલકનું મોત

હિંમતનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
અકસ્માતમાં બાઇકને નુકસાન થયુ - Divya Bhaskar
અકસ્માતમાં બાઇકને નુકસાન થયુ
  • પોયડા ગામના યુવકને અમદાવાદ લઇ જવાતાં મોત નિપજ્યું

તલોદ તપોવન સ્કૂલ સામે હાઇવે પર બાઇક ચાલક ડિવાઇડર સાથે અથડાતાં શરીરે ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે દાખલ કરાયા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ લઇ જવા દરમિયાન મોત નિપજ્યુ હતું. આ અંગે તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તા.23-11-21 ના રોજ બપોરે પોણા ચારેક વાગ્યાના સુમારે તલોદ તપોવન સ્કૂલ સામે હાઇવે ઉપર તલોદના પોયડાથી પૂરઝડપે બાઇક નં. જી.જે-09-ડી.એચ-1561 લઇને જઇ રહેલ સમીરકુમાર સુરેશભાઇ મેકવાન (38) ડિવાઇડર સાથે અથડાતા શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી.

જેમાં પ્રથમ તલોદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા બાદ વધુ સારવાર અર્થે હિંમતનગર ખસેડાતાં જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરતાં રસ્તામાં જ મોત નિપજ્યુ હતું. સ્ટેલીન સુરેશભાઇ મેકવાને તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...