તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:હિંમતનગર સિવિલના તબીબો પ્રમોશન સહિતની 14 માંગણીઓ મુદ્દે હડતાળ પર

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પડતર માંગણીઓનો ઉકેલ નહીં આવે તો આજથી કોવિડ કામગીરી બંધ કરવાની ચીમકી

હિંમતનગર સિવિલમાં છેલ્લા 11 વર્ષથી ફરજ બજાવતા તબીબોની પ્રમોશન સહિતની 14 પડતર માંગણીઓનો એક વર્ષથી રજૂઆત છતાં ઉકેલ ન આવતાં 80 થી વધુ તબીબો મંગળવારે હડતાળ ઉપર ઉતરી ગયા હતા અને નોન કોવિડ કામગીરી બંધ કરી 10 તબીબોએ ડીનને મળી આવેદન આપી સરકારને 24 કલાકમાં માંગણીઓનો ઉકેલ લાવવા ચીમકી આપી આજ બુધવારથી કોવિડ કામગીરી પણ બંધ કરવા અલ્ટીમેટમ આપ્યું હતું.

સરકાર દ્વારા 11 વર્ષથી સ્થાપિત 8 મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સિંગ કર્મચારીઓના એસોસિએસનને મુખ્યમંત્રીને રજૂઆત કરી સરકારી સંસ્થાઓમાં અપાય છે તેવા મૂળભૂત હકો પૂરા પાડવાની માગણી કરી હતી. લેખિત રજૂઆત કરી સીપીએફની કપાત કરવી, પ્રમોશન આપવું સહિતની 14 માગણીઓ પૂરી કરવા એક વર્ષ પહેલાં રજૂઆત કરી હતી. પરંતુ એક વર્ષ પૂર્ણ થવા છતાં માગણીઓને ઉકેલ આવ્યો નથી. જેથી પુનઃ રજૂઆત કરી નિરાકરણ લાવવા માગણી કરી મંગળવારથી તબીબો હડતાળ ઉપર ઉતરી ગયા છે અને નોન કોવિડ કામગીરી બંધ કરી દીધી છે.

તબીબોએ કોવિડની કામગીરીથી અળગાં રહેવાનું અલ્ટીમેટ આપતા સિવિલના RMO ડો. એન.એમ.શાહે જણાવ્યું કે હડતાળથી સિવિલમાં દાખલ કોરોનાના દર્દીઓની સારવારમાં કોઈ અસર થશે નહીં. CHC અને PHCમાં દાખલ દર્દીઓને અસર થવાની સંભાવના ને લઈ તંત્ર દ્વારા તકેદારી કરાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...