તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉત્સવ:રામમંદિર ભૂમિપૂજનને લઇ સાબરકાંઠા - અરવલ્લીમાં દિવાળી જેવો માહોલ

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુકડીયાઃ રામમંદિર ભૂમિપૂજન નિમિત્તે  ઈડર પાસે આવેલ સાપાવાડામાં રામજી મંદિર ખાતે બુધવાર સંધ્યાકાળ દરમિયાન મહંત જગદેવ ભારતી ગોસ્વામી અને  ગ્રામજનો દ્વારા 2100 દિવા પ્રગટાવાયા હતા અને આરતી બાદ ફટાકડા ફોડી   ઊજવણી કરાઇ હતી. - Divya Bhaskar
કુકડીયાઃ રામમંદિર ભૂમિપૂજન નિમિત્તે ઈડર પાસે આવેલ સાપાવાડામાં રામજી મંદિર ખાતે બુધવાર સંધ્યાકાળ દરમિયાન મહંત જગદેવ ભારતી ગોસ્વામી અને ગ્રામજનો દ્વારા 2100 દિવા પ્રગટાવાયા હતા અને આરતી બાદ ફટાકડા ફોડી ઊજવણી કરાઇ હતી.
તલોદમાં બડોદરામાં અયોધ્યા ભૂમિપૂજન ઉજવણી નિમીત્તે રામજી મંદિરમાં રામધૂન કરાઇ હતી રાત્રે 1001 દીવડા પ્રગટાવ્યા હતા. 1001 દીવડા દ્વારા જય શ્રી રામ લખવામાં આવ્યું હતું

તલોદના અણિયોડમાં અયોધ્યા ભૂમિપૂજનમાં ઉલ્લાસમાં ઘરે ઘરે દિવા પ્રગટાવ્યા હતા અને દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.

શ્રી રામ ભૂમિપુજન અંતર્ગત મેઘરજના સીસોદરા(મે)ગામે પ્રાચીન મેઘાઈ માતાજીના મંદિરે સાંજના સમયે ગામના યુવાનો દ્વારા જય જય શ્રીરામના જયઘોષ સાથે ૧૦૧ કરતાં વધુ દીવડાઓથી રામ લખી મંદિરને રોશની કરી હતી.

મેઘરજના રામગઢી ગામના યુવાનો દ્વારા રામધૂન કરી હાથમાં કેસરી ધજા સાથે ગામમાં સોશિયલ ડિસ્ટન્સ અને ફરજીયાત માસ્ક સાથે રેલી કાઢી અયોધ્યા રામમંદિરના ભૂમિપુજનનો ઉત્સવ મનાવ્યો હતો.જય શ્રી રામ નાદથી વાતાવરણ ગૂંજી ઊઠયું હતું.

બાયડના ડેમાઈના ગ્રામજનોએ ભગવાન રામની ચિત્ર પ્રતિમા બનાવી જય જય શ્રી રામ ના બેનરો બનાવી તેના ઉપર દીપ મૂક્યા હતા. ૧૧૧૧ દીપ પ્રગટાવાયા હતા. ૧૯૯૦માં અયોધ્યા ખાતે ગામમાંથી કાર સેવક તરીકે ચીમન ભાઈ પટેલ ગયેલ હતા તેમના હસ્તે તેમજ ભારતના સૈનિક કલ્પેશભાઈ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...