ધૂમ ખરીદી:હિંમતનગરના બજારોમાં દિવાળીનો ઉત્સાહ, ખરીદી રૂ.10 કરોડને પાર થવાની આશા

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ચાલુ વર્ષે બમણાં ઉત્સાહથી લોકોએ ખરીદી શરૂ કરી દીધી છે. - Divya Bhaskar
ચાલુ વર્ષે બમણાં ઉત્સાહથી લોકોએ ખરીદી શરૂ કરી દીધી છે.
  • કપડાં, બુટ, ચપ્પલ, ગૃહ સુશોભન, મિઠાઇ ફરસાણ અને મુખવાસ, વાહનની ધૂમ ખરીદી

શનિ-રવિમાં વિવિધ વસ્તુઓની ખરીદી માટે રીતસરની ભીડ ઉમટતાં વેપારીઓને જમવા માટે ઘેર જવાનો પણ સમય મળતો નથી સારી ઘરાકી નીકળતાં કપડાં બુટ ચપ્પલ ગૃહ સુશોભનની ચીજવસ્તુઓ મીઠાઈ ફરસાણ મુખવાસ મોબાઈલ સહિતની ચીજવસ્તુઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે અને સૂત્રોના જણાવ્યાનુસાર દિવાળીના તહેવારો દરમિયાન સિઝનલ વેપાર 10 કરોડને પાર થઈ જવાની આશા જીવંત બની છે.

આજે ધનતેરસના દિવસે પણ સારી ખરીદી થવાની આશા છે મહિલાઓએ ગૃહ સુશોભનથી માંડી મીઠાઈ ફરસાણ મૂકવા સહિતની ખરીદી શરૂ કરી છે. બજારો ગ્રાહકોથી ઉભરાઈ રહ્યા છે.

આ વખતે સારા વેપારની આશા પૂરી થશે
ફૂટવેરના વ્યવસાય સાથે સંકળાયેલ નિતેશભાઇએ જણાવ્યું કે દિવાળીના તહેવારમાં નવા પગરખાં પહેરવાનો ટ્રેન્ડ છે અને નવા વસ્ત્રોની સમાંતર જ બુટ ચંપલની ખરીદી થઇ રહી છે આ વખતે સારા વેપારની આશા પૂરી થવા જઈ રહી છે.

છેલ્લા 10 દિવસથી સારી ઘરાકી નીકળી છે
રેડીમેડ અને ટેક્સટાઇલ વ્યવસાય સાથે સંકળાયેલ વેપારીઓના મતે બ્રાન્ડેડ વસ્ત્રો સહિત કાપડ ખરીદી કપડાં સિવડાવવાનો ટ્રેન્ડ પણ અકબંધ રહ્યો છે છેલ્લા દસેક દિવસથી સારી ઘરાકી નીકળી છે.

ગત વર્ષથી આ વર્ષે બમણો વેપાર થઇ રહ્યો છે
મોબાઇલ વ્યવસાય સાથે સંકળાયેલ ફરમાનભાઈ ખણુશીયાએ જણાવ્યું કે થોડા અરસા અગાઉ મંદીનો સામનો કર્યા બાદ ગત વર્ષની સરખામણીએ અત્યારે બમણાથી વધુ વેપાર થઇ રહ્યો છે અને જિલ્લામાં પ્રતિદિન અંદાજે 500થી વધુ બ્રાન્ડેડ મોબાઇલનું વેચાણ થઈ રહ્યું છે.

ઘરેણાંમાં બુકિંગ પણ ચાલુ થયા છે
જવેલરી માર્કેટ સાથે સંકળાયેલ ગોપાલભાઈ સોનીએ જણાવ્યું કે પુષ્ય નક્ષત્રથી જવેલરી વ્યવસાયમાં સારી શરૂઆત થઈ છે. છેલ્લી ત્રણ લગ્ન સીઝનમાં ઘણા લગ્ન મુલતવી રહ્યા બાદ હવે લગ્નસરાની જ્વેલરીની ખરીદી શરૂ થઈ છે અને બુકિંગ પણ ચાલુ થયા છેે.

અન્ય સમાચારો પણ છે...